News of Friday, 26th September 2025
માણસો મરી જાય અને ગુનેગારોને કોઈનો ડર ન હોય એ પરિસ્થિતિ અત્યંત દયનીય
જૂનાગઢમાં આગથી ત્રણના મૃત્યુની ઘટનામાં આરોપીના જામીનના કેસમાં હાઇકોર્ટે પોલીસનો ઊધડો લીધો

અમદાવાદ તા.૨૬: જૂનાગઢમાં એક દુકાનમાં આગ લાગી જતાં ફરિયાદીના પત્ની, પુત્રી અને મિત્રના મૃત્યુના પ્રકરણમાં આરોપીએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે સંબંધિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ઊઘડો લીધો હતો. જૂનાગઢ મનપાની ખોદકામની કામગીરી દરમિયાન ગેસની પાઈપલાઈન ફાટી જતાં આ દુકાનમાં મોટી આગળ લાગતાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જે બાબતની ગંભીર નોંધ હાઇકોર્ટે લેતાં ટકોર કરી હતી કે, સિસ્ટમમાં કોઈ સુધારો થતો નથી અને નિર્દોષ માણસો મૃત્યુ પામે છે. જવાબદારોને કાયદા કે પોલીસનો ડર લાગતો ના હોય એની દયનીય પરિસ્થિતિ છે.' હાઇકોર્ટે જૂનાગઢ લ્ભ્ને આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવાનું કહી
આ સમગ્ર પ્રકરણમાં એક આરોપીએ આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં કોર્ટે સવાલ કર્યો હતો કે જૂનાગઢ મનપાના અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે કે ફકત આ કેસનો અરજદાર જ ઘટના માટે જવાબદાર છે. અરજદારને આગોતરા જામીન મળી જશે એના પછી, બીજા લોકો કોર્ટમાં આવશે કે અરજદારની ભૂમિકા મોટી હતી અને તેને જામીન મળ્યા તો અમને પણ આપો. આ પ્રકારના કેસો સતત કોર્ટમાં આવી રહ્યા છે. શું DySPની ફરજ નથી કે એ તપાસની ઉપર ધ્યાન રાખે. કોર્ટની નોટિસનો ઓથોરિટી જવાબ નથી આપતી. કોર્ટ આકરી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારે પછી જ કોર્ટ સમક્ષ હાજર થાય છે.
આ મામલે ફરિયાદ નોંધ્યાને ચાર મહિના કરતાં વધુ સમય થયો છે તો બીજા આરોપીઓ ક્યાં છે. બીજા આરોપીઓને ખુલ્લા ફરવા દીધા છે. જો PI અને PSIને જ બધી તપાસ કરવાની હોય તો જિલ્લામાં DySP એ શું કરવાનું. તેમની જવાબદારી છે કે નહીં. આવી પરિસ્થિતિ આખા રાજ્યમાં છે. મૃતકોના પરિવારને વળતર આપી દઈને બધું પૂરું થઇ જતું નથી. સિસ્ટમ સુધરતી નથી અને માણસો બેદરકારીથી મૃત્યુ પામે છે. અમદાવાદમાં પાણી ભરાયેલા રોડમાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત થયા હતા, જે દર્શાવે છે કે કોઈ સલામત નથી. જે SOP અને ગાઈડલાઈન બનાવી છે તે મુજબ કામ કરવાનું કે નહીં?
ગુનેગારોને પોલીસની બીક લાગવી જોઈએ. જૂનાગઢની આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ હજુ નોકરીમાં જ છે અને પોલીસ પાસે બધા જ કાગળો છે, તેમ છતા પગલાં લેતી નથી. બીજા આરોપીઓએ આગોતરા જામીન નથી મૂક્યા, કારણ કે તેમનું નામ જ પોલીસ પેપરમાં નથી. લ્ભ્ જૂનાગઢ આ કેસમાં તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપે. અરજદારે આ કેસમાં જણાવ્યું હતું કે જેને આરોપી બનાવાયો છે, તેનો કોન્ટ્રાક્ટ તો વર્ષ ૨૦૨૪માં પૂર્ણ થઈ ચૂક્યો હતો. તેને ૨૦૨૫માં કોન્ટ્રાક્ટ અપાયો હોય એવું દર્શાવતું કોઈ દસ્તાવેજ નથી.
આ કેસમાં જૂનાગઢના વિવેક કાચેલા નામની વ્યક્તિએ આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના આદેશ મુજબ જૂનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. હાઈકોર્ટે સુનાવણીમાં પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી.(૩૮.૧૦)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
