News of Friday, 26th September 2025
દસ્તાવેજ કર્યાના ૪ મહિના બાદ નોંધણી માટે આવે તો જિ. રજિસ્ટ્રારની મંજૂરી જરૂરી
સમયમર્યાદા બાદ ગેરકાયદે દસ્તાવેજ સ્વીકારાતા આવકમાં નુકસાન વિલ સિવાયના દસ્તાવેજના કિસ્સામાં સબ રજિસ્ટ્રારો માટે ગાઇડ લાઇન

અમદાવાદ તા.૨૬: વિલ સિવાયનો અન્ય કોઈ દસ્તાવેજ તે કરી આપ્યાની તારીખથી ચાર મહિના પધ્ધતીની સમય મર્યાદા પછી નોંધણી માટે રજૂ થાય તો સબ રજિસ્ટ્રારે કઈ કાર્ય પધ્ધતિ અપનાવવી તેની વિગતો નોંપણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેનડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જારી કરવામાં આવી છે. કચેરીના ધ્યાન પર એ ભાભત આવી હતી કે કેટલાક કિસ્સામાં સમય મર્યાદા બાદ દસ્તાવેજો સ્વીકારવામાં આવે છે. તેના કારણે સરકારને નોંપણી હીની દંડની આવકમાં નુક્શાન થાય છે. એટલું જ નહીં દસ્તાવેજ ગેરકાયદેસર હોવા છતાં નોંપણી કરવામાં આવે છે.
વિલ સિવાયનો બીજો કોઈ દસ્તાવેજ, હુકમનામાની કે હુકમની નકલ કરી આપ્યાની તારીખથી ચાર મહિનાની અંદર યોગ્ય અધિકારી પાસે રજિસ્ટ્રેશન માટે રજૂ કરવામાં ન આવે ત્યારે સબ રજિસ્ટ્રારે કઈ પ્રક્રિયાને અનુસરવી તે અંગે સ્ટેપ્સ કચેરી દ્વારા ૨૫ સપ્ટેમ્બરે કાર્યપધ્ધતિ જારી કરાઈ છે. તે મુજબ જે કરસ્તાવેજ નોંધણી કરવાપાત્ર છે તેની નોંધણી અંગે સામાન્ય કાર્ય પધ્ધતિ સબ રજીસ્ટ્રાર દ્વારા પૂર્ણ કરવાની રહેશે પરંતુ તે દસ્તાવેજની જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી વિના નોંધણી કરવાની રહેશે નહીં. આ માટે દસ્તાવેજ નોંધણીપાત્ર છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. દસ્તાવેજ રજૂ કરવામાં જેટલો વિલંબ થયો હોય (આઠ માસથી વધુ નહીં) તેટલો દંડ નિયમ મુજબ લેવાનો રહેશે. નોંધણી માટે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી માટે કેસ રજૂ કરવાનો રહેશે અને તેમની મંજૂરી મળે તે પછી જ દસ્તાવેજની નોંધણી કરી રજૂ કરનારીને અસલ દસ્તાવેજ પરત કરવાનો રહેશે.
કાર્યપધ્ધતિમાં વધુમાં જણાવ્યા મુજબ જો જિલ્લા રજિસ્ટ્રાર મંજૂરી ન આપે એટલે કે વિલંબ ગ્રાહ્ય ન રાખે ત્યારે દસ્તાવેજની નોંધણીનો અસ્વીકાર કરવાનો રહેશે. ના પાડવાના કિસ્સામાં દંડની પૂરી રકમ રિફંડ કરવાની રહેશશે. જે કેસમાં જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી વિના (વિલંબ હોવા છતાં) નોંધણી કરવામાં આવી હોય તો તે દસ્તાવેજ ગેરકાયદેસર ગણાશે, તેથી તે કેસો જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના રહેશે. જિલ્લા રજિસ્ટ્રારની તેમની સત્તા મુજબ દસ્તાવેજ ગેરકાયદેસર છે તેવો આદેશ આપશે તો તેની નોંધ સબ રજિસ્ટ્રાર દ્વારા દસ્તાવેજમાં અને તેની અનુક્રમણિકામાં કરી મહેસૂલી રેકર્ડ રાખતી કચેરીઓને પણ જાણ કરવાની રહેશે.(૩૮.૨૪)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
