તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Friday, 26th September 2025
ચોમાસાએ વિદાય લીધી, આમ છતાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ પડશે
નોરતામાં મેઘરાજાની એન્ટ્રી વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૨૬ થી ૩ ઓકટોબર સુધીની આગાહી

તા.૨૮ થી ૩૦ વરસાદનો મુખ્ય રાઉન્ડઃ છુટાછવાયા ઝાપટાથી લઇ હળવાથી મધ્યમ તો દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ભારે વરસાદ સંભવઃ ચોમાસુ વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજજૈનથી પસાર થાય છે
રાજકોટઃ નવલા નોરતામાં મેઘરાજા પણ એન્ટ્રી કરે તેવી સંભાવના છે. છુટાછવાયા ઝાપટાથી લઇ હળવાથી મધ્યમ તો દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
દક્ષિણ પશ્ચિમી ચોમાસાની આજે વધુ ભાગોમાંથી વિદાય થઈ ગઈ છે. ગુજરાત ના કેટલાક વધુ ભાગોમાંથી સમગ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ ના કેટલાક વધુ ભાગોમાંથી સમગ્ર પヘમિી હિમાલય પ્રદેશ દક્ષિણપヘમિી ચોમાસુની ચોમાસુ વિદાય રેખા હાલમાં ૨૦ ડીગ્રી નોર્થ ૬૯ ડીગ્રી ઇસ્ટ વેરાવળ, ભરૂચ, ઉજજૈન, જનસી, શાહજહાપુર અને ૩૦ ડીગ્રી નોર્થ ૮૧ ડીગ્રી ઇસ્ટ ઉપરથી પસાર થઇ રહેલ છે.
બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમઃ ઉત્તર અને જોડાયેલા મધ્યબંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવેલ લો પ્રેસર વિસ્તાર પヘમિ તરફ ખસીને આજે ઉત્તરપヘમિ અને જોડાયેલા મધ્યબંગાળની ખાડીમાં વેલ-માર્ક્ડ લો પ્રેસર તરીકે છે. જોડાયેલા યુએસી ની ઊંચાઈ 7.6 કીમી સુધી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકે છે.
આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાકમાં ઉત્તરપヘમિ અને જોડાયેલા પヘમિી-મધ્ય બંગાળની ખાડી, સાઉથ ઓડીસા, નોર્થ આંધ્રપ્રદેશ કાંઠા પાસેથી ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. આશા છે કે આ ૨૭મીના સવારે સાઉથ ઓડીસ્સા નોર્થ આંધ્રપ્રદેશ કાંઠા પાર કરશે.
ઉત્તરપヘમિ બંગાળની ખાડી અને જોડાયેલા પヘમિી-મધ્ય બંગાળના ભાગો સાઉથ ઓડીસાના નોર્થ આંધ્રપ્રદેશ કાંઠા ઉપરની અન્ય યુએસી ઉપરોક્ત સિસ્ટમ્સ માં જોડાઈ ગઈ છે. જયારે ટ્રફ હાલમાં વેલ-માર્ક્ડ લો પ્રેસર સાથે જોડાયેલા ચક્રવાતીય સર્ક્યુલેશન પરથી મહારાષ્ટ્ર કોસ્ટ સુધી વિસ્તરે છે, જે તેલંગણા અને નોર્થ ઇન્સ્ટીરીયર કર્ણાટકા પર ૩.૧ કિ.મી થી ૫.૮કિ.મી ઉપર છે.
ઉત્તરપૂર્વ અરબ સાગર અને આસપાસના વિસ્તારોમાં યુએસી ૩.૧ કિ.મી ઉપર છે અને ટ્રફ ગુજરાત તરફ વિસ્તરી રહ્યો છે.
આવતા દિવસોમાં મુખ્ય સિસ્ટમ્સ નો ટ્રફ મહારાષ્ટ્ર પરથી અરબી સમુદ્રમાં લંબાશે જે સૌરાષ્ટ્રથી દક્ષિણે નજીક હશે. જેથી મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર પર અતિ ભારે વરસાદની શક્યતા છે. સિસ્ટમ ટ્રેક અને વરસાદ ની માત્રા માટે વિવિદ્ધ મોડેલમાં વધુ અંતર છે. આ સિસ્ટમ ટ્રેક તેમજ મજ્બુતાઇનું નિરક્ષણ ચાલુ રહેશે અને જો કોઈ મોટો ફેર ફાર થશે તો અપડેટ આપવામાં આવશે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે ૨૬ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં છુટા છવાયા ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ (૫ થી ૩૫ એમએમ) કેટલાક દિવસો શક્ય છે. સૌથી સક્રિય સમયગાળો ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર હોઈ શકે છે. વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના સિમિત વિસ્તારો માં ભારે વરસાદ (૩૫ થી ૧૦૦ એમએમ) જે મુખ્યત્વે મુખ્યત્વે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરી ને દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં વધુ શક્ય છે. વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારમાંથી ચોમાસુ વિધિવત વિદાય થયેલ હોય આવા વિસ્તારમાં વરસાદ થાય તે માવઠું ગણાય.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
