તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Friday, 26th September 2025
અમદાવાદના સરખેજમાં શકરી તળાવમાં યુવકોના મોતના મામલે નવો વળાંક: બે સામે ગુન્હો નોંધાયો
તળાવમાં કચરો સાફ કરવાની જવાબદારી ધરાવનાર દિનેશ પટેલ અને હોડી ચલાવનાર કેશવ ઉર્ફે કાળુ સામે બેદરકારી બદલ ફરિયાદ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં યુવકોના મોતના મામલે નવો વળાંક આવ્યો છે. તળાવમાં થયેલા દુર્ઘટનાને લઈને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તળાવમાં કચરો સાફ કરવાની જવાબદારી ધરાવનાર દિનેશ પટેલ અને હોડી ચલાવનાર કેશવ ઉર્ફે કાળુ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
દિનેશ પટેલ પાસે તળાવની સફાઈનો કોન્ટ્રાક્ટ હતો અને કેશવ હોડી ચલાવતો હતો. બંને પર બેદરકારીથી કામગીરી કરતા યુવકોના મોત થયા હોવાનો આક્ષેપ છે. સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે આ ફરિયાદ નોંધાવી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
