<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

રાજયમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના

બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની આગાહી: ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ છુટાછવાયા અનેક સ્થળોએ વરસાદ વરસ્યો છે, વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમા ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેલી છે.

(8:42 PM IST)