News of Friday, 26th September 2025
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના બહિયલ ગામ પહોંચ્યા: સ્થાનિકોએ જયશ્રી રામના નારા સાથે કર્યું સ્વાગત
માનવ સાંકળ રચીને ગૃહમંત્રીનો હૃદયપુર્વક આભાર પણ વ્યક્ત કર્યો: પોલીસની કામગીરીને પણ સ્થાનિક લોકોએ બિરદાવી

અમદાવાદ : રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના બહિયલ ગામ પહોંચ્યા હતા. જૂથ અથડામણની ઘટનાને લઈ હર્ષ સંઘવી બહિયલ ગામની મુલાકાતે આવ્યા હતા. હર્ષ સંઘવી બહિયલ પહોંચતા જ સ્થાનિકોએ કર્યું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામના લોકોએ જયશ્રી રામના નારા સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું. ગામના લોકોએ આ ઉપરાંત માનવ સાંકળ રચીને ગૃહમંત્રીનો હૃદયપુર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. પોલીસની કામગીરીને પણ સ્થાનિક લોકોએ બિરદાવી હતી. હર્ષ સંઘવીએ માતાજીના જે પંડાલ પર હુમલો થયો હતો ત્યાં આરતી પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવાને કારણે ગામમાં તકરાર થઇ હતી. આઇ લવ મહાદેવ કેમ લખ્યું તેવું કહીને વિધર્મીના ટોળાએ માતાજીની ગરબી પર હુમલો કર્યો હતો. હાજર લોકો પર પથ્થરમારો કર્યા બાદ દુકાનોમાં તોડફોડ કરી હતી. દુકાનોમાં આગ ચાંપી દેતા દુકાનોમાં રહેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ પોલીસે મોરચો સંભાળી લીધો હતો. હાલ ગામમાં અજંપાભરી શાંતિ છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
