તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે : ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
જૂનાગઢ, અમરેલી, બોટાદ, મહુવા, રાજકોટ, જામનગર, મધ્ય,ઉત્તર, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, કલોલમાં વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે. તેમનું અનુમાન છે કે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદ પડશે અને ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને ભરુચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, જૂનાગઢ, અમરેલી, બોટાદ, મહુવા, રાજકોટ, જામનગર, મધ્ય,ઉત્તર, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, કલોલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે છે અને ઉ.ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચશે.બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
