તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ સીપીના એક વિચાર માત્રથી પોલીસ સ્ટાફ એને તેમનો પરિવાર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકનો ઋણી બની ગયો
IPS અધિકારીઓ નિવૃત થાય તો તેમની કાર દોરડા વડે ખેંચી વિદાયમાન આપવામાં આવે, બદલી થાય તો ફુલોના વરસાદ થાય, પણ આ બધી વ્યવસ્થા કરનારા પોલીસ તંત્રના હાથ પગ જેવા નાનો સ્ટાફ નિવળત થાય ત્યારે , સન્માનજનક વિદાઈ કેમ નહિ? :એક પોલીસ મથકની મુલાકાત સમયે બાજુની પોલીસ લાઈનમાં રહેતાં પોલીસ જવાન કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાનું જાણી પોલીસ કમિશનર તેમના ઘરે પહોંચી, પરિવારને હિંમત આપી , પોતે તમામ રીતે સાથે હોવાનું જણાવતાં આખા પરિવારની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ

રાજકોટ તા. ર૭: ips અધિકારીઓ કે બીજા ઉચ્ચ અધિકારીઓ નિવૃત થાય ત્યારે તેમનું ભવ્યાતિભવ્ય તેમની કાર દોરડા વડે ખેંચી વિદાયમાન આપવામાં આવે છે, તેમની બદલી થાય તેવા સમયે મોટાભાગના કિસ્સાઓમાં તેમના પર ફૂલ વર્ષા કરવામાં આવે છે, એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આ બધી તમામ વ્યવસ્થા પોલીસનો નાનો ગણવામાં આવતા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
પોલીસના જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ખ્લ્ત્ નિવળત થાય ત્યારે મોટા અધિકારીઓને ભાગ્યેજ જાણ હોય છે. આ પ્રણાલી અંગે સહુ ટેવાયેલ હોવાથી કોઈને કંઈ અયોગ્ય લાગતું નથી. આ બાબત એક ડીજીપી લેવલના સિનિયર ત્ભ્લ્ અને સ્વચ્છ છબી સાથે પોતાના માનવી ગુણો માટે જાણીતા અમદાવાદ પોલીસ કમિશનરને ખટકતી હતી. આમ પણ આ શષ્ટત કોઈની માંદગી વખતે માણસ નાનો હોય કે મોટો તેમના ઘેર પ્રોટોકોલની એંસી તેસી કરી પોહચી જાય અને પોતાની કોઈ મદદની જરૂર હોય તો પોતાને વિના સંકોચે જણાવવા માત્ર કહેવા ખાતર નહીં પણ દિલથી જણાવે એને નિભાવી જાણે જેનો જાત અનુભવ આ લખનાર (જગદીશભાઈ ગણાત્રા) ને અનેક વખત થયો છે.
જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના મતે આખી જિંદગી ગ્રાઉન્ડ લેવલ પર પોતાના પરિવારના ભોગે ફરજ બજાવનાર પોલીસ સ્ટાફ ઉચ્ચ અધિકારીઓના હાથ પગ જેવો છે. તેમની નિવળતિ વિદાય સન્માનજનક તેમના પરિવારની ઉપસ્થિતિમાં સિનિયર પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં હોવી જોઈએ. આ બાબત તેમણે ખાસ પરિપત્ર પણ બહાર પાડ્યો છે. આવા અનેક કાર્યક્રમોમાં તેવો પણ ઉપસ્થિત રહ્યા છે.
આટલું જ નહીં થોડા મહિનાઓ પહેલા પોલીસ કમિશનર ઝોન-૫ કચેરી તથા ઓઢવ પોલીસ મથકની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને જાણ થઇ કે જે તે કચેરીના એક કર્મચારી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, તરત જ કમિશનર પોતાના કાફલા સાથે પોલીસકર્મીના ઘરે તેની ખબર પૂછવા પહોંચી ગયા. જાણે કે જાદુ થયો હોય તેમ બીમાર પોલીસકર્મીના ચહેરા પર ચમક આવી ગઈ. આ ઘટના બાદ કમિશનરે પોતાના તાબાના કોઇ પણ પોલીસકર્મી બીમાર હોય તો સિનિયર અધિકારી તેની ખબર પૂછશે અને જો તે હોસ્પિટલમાં દાખલ હોય તો ચોક્કસ હોસ્પિટલમાં તેની ખબર પૂછવા જશે અને તેની સારવાર અંગે તબીબ સાથે ચર્ચા કરશે અને પરિવારને સાંત્વન આપશે.
આ આદેશ બાદ શહેર પોલીસના જે કર્મચારીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમની ખબર પૂછી પરિવારને સાંત્વન આપવા જઈ રહ્યા છે. સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ તો પોલીસ ખાતામાં વર્ષોથી થતું હતું, પરંતુ એક દાયકાથી પોલીસ પ્રેક્ટિકલ બની ગઈ અને આત્મિયતાની વાતો ભૂલાઈ ગઈ. હવે કમિશનરના પ્રયાસથી ફરી એક વખત આ કવાયત શરૂ થઈ અને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ એકબીજાની નજીક આવતા થયા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
