<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મહિલા જ્ઞાન શિબિર સન્‍માનઃ આયંબિલ ઓળીના પ્રારંભ

મેકઅપની ઉંમરના ધર્મ કરી લો, ચેકઅપની ઉંમરમાં કશુ નહી થાયઃ પૂ. ધીરૂગુરૂદેવ

રાજકોટઃ શ્રી ધર્મનાથ સ્‍થાનક વાસી જૈન સંઘ ખાતે પૂ. ધીર ગુરૂદેવની નિશ્રામાં મહિલાજ્ઞાન શિબિરના ૮૦ જેટલા બહેનોનું ઉપકરણ બેગથી બિંદુબેન હરેશભાઇ મોદી તરફથી સન્‍માન કરાયું હતું.

જયારે આયુર્વેદિક કેમ્‍પનું ઉદઘાટન ધારાસભ્‍ય અમિતભાઇ શાહ, બાબુભાઇ જે. પટેલના હસ્‍તે કરાયું હતું.

જામનગર, રાજકોટ, મુંબઇ, બરોડા વગેરે સંઘોનું આગમન થતાં અભિવાદન કરાયુ હતું. પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સ. આદિ ઠાણાનું રોયલ પાર્ક-ઓમાન વાલા ઉપાશ્રય, પૂ. હસુતાજી મ.આ. આદિનું વિમલનાથ ઉપાશ્રય, પૂ. સ્‍વાતિજી મ.સ.નું બેંગલોર અને પૂ.જયોતિબાઇ મ.સ.નું સુરત-વેસુ, પૂ. પલ્‍લવીજી મ.સ.નું પવઇ માં ચાતુર્માસ ઘોષિત કરાયું હતું.

કાલે તા. ર૮ ને રવિવારથી આયંબિલ ઓળી અને તા. પ ઓકટોબરના વડીલ વંદના કાર્યક્રમ અને દીક્ષાર્થી કુ. જુહી જેનીશભાઇ મડીયાનું સન્‍માન યોજાશે.

(1:19 PM IST)