<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગુજરાત વિધાનસભાના પટાંગણ- પોડિયમ ખાતે વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર -૨૫ના વિદ્યાર્થીઓ સાથે શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન પ્રસંગો વાગોળ્યા

અમદાવાદ તા.૨૭

ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા શ્રી વિઠ્ઠલભાઇ પટેલની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે આજે અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને સ્વરાજ પાર્ટીના સહ સંસ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ તા. ૨૭મી સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વિશેષ ઓળખ ધરાવતા હતા. 

વર્ષ ૧૯૩૦માં આઝાદીની ચળવળ શરૂ થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે આઝાદીના લડતમાં જોડાયા હતા. 

આ પ્રસંગે, અધ્યક્ષશ્રીએ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર -૨૫ના વિદ્યાર્થીઓ સાથે શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન પ્રસંગો વાગોળ્યા હતા. 

આ પ્રસંગે ગાંધીનગરના મેયર  મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર  નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક  સેજલબેન પરમાર, શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, 

વિધાનસભાના અધિકારીઓ- કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને પુષ્પ અર્પણ કર્યા હતા.

 

(2:23 PM IST)