તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
નવસારીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સામે માત્ર 10 દિવસમાં ચાર્જશીટ દાખલ
આરોપીએ ઈન્સ્ટાગ્રામ થકી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું: પેટમાં અચાનક પીડા ઉપડતા બાથરૂમમાં ગર્ભપાત થઇ ગયો હતો

બીલીમોરામાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ઈન્સ્ટાગ્રામ થકી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. જેથી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ સગીરાએ આ વાત છુપાવી. પરંતુ 10 દિવસ પહેલા સગીરાને રાત્રિના સમયે પેટમાં અચાનક પીડા શરૂ થઈ અને બાથરૂમમાં જ તેને ગર્ભપાત થઈ ગયો હતો. દીકરીની સ્થિતિ જોતા પરિવાર હેબતાઈ ગયો. ગર્ભ બાબતે પૂછપરછ કરતા સદ્દામ હુસૈન સલમાનીનું નામ સામે આવ્યું હતું. ત્યારે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી. સગીરાને ઝડપથી ન્યાય મળે તે માટે મૃત ભૃણ અને આરોપીનું DNA ટેસ્ટ કરાવામાં આવ્યો અને તમામ પૂરાવા સાથે માત્ર 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
