<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

ડાંગ પંથકમાં ધોધમાર વરસાદ: વઘઈમાં ગરબા ધોવાયા:ડી.જે. સેટ તૂટ્યો:મેદાનમા ભરાયું પાણી

વઘઈ ખાતે ગાજવીજ-ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદે નવરાત્રિના ઉત્સવમાં ખલેલ પહોંચાડી

ડાંગ : ગુજરાત હવામાન વિભાગે ડાંગ , તાપી, નવસારી, અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જે સાચી પડી છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગાજવીજ-ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદે નવરાત્રિના ઉત્સવમાં ખલેલ પહોંચાડી છે. આ વરસાદે ગરબા સંચાલકો અને ખેલૈયાઓમાં ચિંતા ફેલાવી છે.

જરાત હવામાન વિભાગે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ડાંગ, તાપી, નવસારી, સુરત, અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ, બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હતી.

ડાંગના વઘઈમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો જેના કારણે નવરાત્રિના ગરબા આયોજનો પર ગંભીર અસર પડી હતી. ખાસ કરીને નકા ફળિયા ખાતેના ગરબા પટાંગણમાં ડી.જે. સેટ તૂટી પડ્યો અને મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું

ભારે વરસાદને કારણે ગરબા મેદાનો પાણીથી ભરાઈ ગયા હતા. જેના લીધે સંચાલકો અને ખેલૈયાઓની મજા બગડી હતી. નવરાત્રિના ઉત્સવ દરમિયાન આવી કુદરતી આફતે આયોજનોને મુશ્કેલીમાં મૂક્યા છે, અને ઘણા ગરબા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી શકે છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. 24 સપ્ટેમ્બરે આહવામાં 4.49 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વઘઈમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદે નદીઓને બે કાંઠે વહેતી કરી થઈ છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

(12:11 AM IST)