<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણી સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરાશેઃ કોઇપણ ધારાશાસ્‍ત્રી મતદાનથી વંચિત રહેશે નહિં

બાર કાઉ. નિયમ મુજબ ચુંટણી કરવા સજજ છેઃ વેરીફીકેશન અંગે સુપ્રિમમાં રજુઆત થશેઃ જે. જે. પટેલ

રાજકોટ તા. ર૯: આજે ગુજરાત બાર કાઉન્‍સિલની એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી બોર્ડ મીટિંગ (અસાધારણ બોર્ડ બેઠક) મળી. જેમાં મહત્‍વના ઠરાવો કરાયા. જેમાં સુપ્રીમ કોર્ટના ચૂંટણીના આદેશનું સ્‍વાગત કર્યું અને સુપ્રીમ કોર્ટે જે ચૂંટણી અંગેનો હુકમ કર્યો છે, તેને બાર કાઉન્‍સિલ દ્વારા સ્‍વીકારવામાં આવ્‍યો છે.

આ સાથેજ બોર્ડની બેઠકમાં ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણી તાત્‍કાલિક કરાવવા માંગ ઉઠી. BCG એ બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (BCI) ને ઠરાવ કરીને જણાવ્‍યું કે ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્‍કાલિક કરાવવામાં આવે, જેના માટે તેઓ સજ્જ છે. આ ઉપરાંત વકીલોના વેરિફિકેશન (ચકાસણી) ના મુદ્દાને લઈને ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં ૧૭ તારીખે કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ન શકે તેવો મત વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત  બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (BCI) દ્વારા જે ઈં ૧,૨૫,૦૦૦ (એક લાખ પચીસ હજાર) ની ફી નક્કી થઈ છે, તેની ‘‘પૂર્ણ વિચારણા'' (પુનર્વિચાર) કરવાનો ઠરાવ કરવામાં આવ્‍યો છે. આ સાથેજ ઠરાવાયું કે ભૂતિયા વકીલો પર કાર્યવાહીને સમર્થન, પણ સાચા વકીલોને નુકસાન ન થવું જોઈએ. તેમ બાર. કાઉ.ના ચેરમેન જે. જે. પટેલે જણાવ્‍યું છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલ ના અધ્‍યક્ષપદ હેઠળ એક તાકીદની અસાધારણ સભા બોલાવવામા આવેલ, જેમા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધી દેશના તમામ રાજયોની બાર કાઉન્‍સિલની એકસાથે ચુંટણી પ્રક્રીયા પુરી થાય તે નિર્દેશને આજની સભામા આવકારવામા આવેલ. પરંતુ સાથે સાથે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા જુદા જુદા સમયે  પ્રેકટીસ વેરીફીકેશન ફોર્મ અથવા ડેક્‍લેરેશન ફોર્મ ભરવા માટે આપવામા આવેલા આદેશોમા અવારનવાર ફેરફાર કરવામા આવેલ. તેમજ  સુપ્રીમ કોર્ટના હુકમ હોવાછતા પણ યુનિવર્સીટીઓ દ્વારા સમયબધ્‍ધ રીતે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા મોકલવામા આવેલ માર્કર્શીટોનુ સમયસર ચકાસણી કરી આપવામા આવેલ નથી. અને જેથી જે ધારાશાષાીઓએ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના આદેશ અનુસાર વેરીફીકેશન ફોર્મ ભરેલ છે તેમજ સને ૨૦૧૦ પછી જે ધારાશાષાીએ ઓલ ઇન્‍ડિયા બાર એકઝામ પાસ કરેલ છે તેવા કોઇ પણ ધારાશાષાી આવનાર બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુંટણીમા મતદાનના હક થી વંચીત રહી ન જાય તે માટે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાને સ્‍ટેટ બાર કાઉન્‍સિલ દ્વારા વેરીફીંકેશન પ્રક્રીયા અંગેનો અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા થયેલ કામગીરીનો સંપૂર્ણ સ્‍ટેટસ રીપોર્ટ આપવામા આવશે.  બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયામા પોતાના મતદાર ધારાશાષાીઓ કે જેણે વેરીફીકેશન ફોર્મ ભરેલા છે કે ડેકલેરેશન ફોર્મ ભરેલા છે તે હકથી વંચીત રહી ન જાય તે માટે પણ સીનીયર કાઉન્‍સિલની નિમણૂક કરી રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા રુલ-૪ મુજબ ચુંટણી પ્રક્રીયા માટે ૧૫૦ દિવસ અગાઉ મતદારયાદી બહાર પાડવી જરુરી હોય અને જે પ્રક્રીયા હજી બાકી હોય તેવા સંજોગોમા નિયમોનુસાર ચુંટણી થાય અને મતદાર યાદી બહાર પાડી શકાય તે અંગે પણ રજૂઆત કરવામા આવશે. આ ઉપરાંત બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા સ્‍ટેટ બાર કાઉન્‍સિલસની ચુંટણી માટેની ઉમેદવારી ની ફી રુ.૧,૨૫,૦૦૦/- રાખેલ છે તેમા જરુરી ઘટાડો કરવા અને પુનઃવિચારણા કરવા માટે રજુઆત કરવામા આવશે.

 બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન શ્રી મુકેશ સી. કામદાર, બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના સભ્‍ય દિલીપ કે.પટેલ, એનરોલમેન્‍ટ કમીટીના ચેરમેન મનોજ એમ.અનડકટ, ફાઇનાન્‍સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, જીએલએચ કમીટીના ચેરમેન ભરત વી.ભગત તથા સભ્‍યો કિરીટ એ.બારોટ, સુધીર આઇ. નાણાવટી,  દીપેન કે.દવે, રમેશચંદ્ર જી. શાહ,  હીરાભાઇ એસ.પટેલ,  શંકરસિંહ એસ.ગોહિલ, રમેશચંદ્ર એન.પટેલ, શ્રી કિશોરકુમાર આર.ત્રિવેદી, કરણસિંહ બી.વાઘેલા,  રણજીતસિંહ એ. રાઠોડ,  ગુલાબખાન એમ.પઠાણ તથા પરેશ એચ.વાઘેલાનાઓએ મીટિંગમા હાજર રહી ચર્ચામા ભાગ લીધેલ.

(2:04 PM IST)