<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ગુજરાતમાં હૃદય રોગના કેસમાં ૮ વર્ષમાં ૬૫ ટકા વધ્‍યાઃ દૈનિક ૨૩૨ દર્દી

આજે વિશ્વ マદય દિવસ : રાજયમાં ૪૦ વર્ષ સુધીના લોકોમાં પણ ૨૮ થી ૩૩ ટકા હાર્ટ કેસનો વધારો

અમદાવાદ, તા.૨૯:  આજે વર્લ્‍ડ હાર્ટ ડે  છે. ગુજરાતીઓના હૃદય ધીમે ધીમે નબળા પડી રહ્યા છે, એક રિપોર્ટમાં આ આંકડો સામે આવ્‍યો છે. ગુજરાતમાં હૃદય રોગના કેસમાં ૬૫ ટકાનો વધારો થયો છે, ઉપરાંત દૈનિક સરેરાશ કેસની સંખ્‍યા ૧૪૧થી વધીને ૨૩૨ થઈ છે.

૨૦૧૮ માં ૧૦૮ ઇમરજન્‍સી સેવાઓમાં ગુજરાતમાં ૩૬૫ દિવસમાં ૫૧,૩૧૫ કાર્ડિયાક ઇમરજન્‍સી નોંધાઈ હતી, જેની દૈનિક સરેરાશ ૧૪૧ હતી. આઠ વર્ષ પછી ૨૦૨૫ માં, ૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં આવી ઇમરજન્‍સીની સંખ્‍યા વધીને ૬૨,૦૪૪ થઈ હતી, જેની દૈનિક સરેરાશ ૨૩૨ કેસ છે. નિષ્‍ણાતોના મતે, આ સેવામાં નોંધાયેલો ૬૫ ટકાનો વધારો આંખ ઉઘાડનારો છે.

અમદાવાદ શહેરના આંકડાઓ વધુ ગંભીર છે. ૧૦૮ ના આંકડા મુજબ ૨૦૧૮ માં દૈનિક ૩૮ કેસની સરખામણીમાં ૨૦૨૫ માં કેસો વધીને દૈનિક ૬૫ થયા છે. એટલે કે ૭૧ ટકા જેટલો વધારો થયો છે.

 કાર્ડિયોવાસ્‍કયુલર (હૃદય અને રક્‍તવાહિની સંબંધિત) સ્‍વાસ્‍થ્‍ય વિશે જાગળતિ ફેલાવવા માટે દર વર્ષે ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ ઉજવવામાં આવતા વિશ્વ હૃદય દિવસ પર આ ચિંતાજનક ડેટા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

આ વર્ષની થીમ,  ‘Don' t Miss a Beat, પ્રારંભિક હસ્‍તક્ષેપ અને નિવારક પગલાં લેવા પર ભાર મૂકે છે.

マદય રોગમાં ૪૦ વર્ષ સુધીના  કેસોનું પ્રમાણ ૨૦૧૯ માં સૌથી વધુ ૩૩ ટકા અથવા દર ત્રણ કેસમાં એક હતું. ૨૦૨૦ માં, તે ૨૭.૮ ટકા હતું. ડેટા અનુસાર, આ વર્ષે આવા દર્દીઓ કુલ કાર્ડિયાક ઇમરજન્‍સીના લગભગ ૩૦ ટકા જેટલા છે. ઇમરજન્‍સીના વય-આધારિત વિશ્‍લેષણ સૂચવે છે કે છેલ્લા આઠ વર્ષોમાં ૪૦ વર્ષ સુધીની ઉંમરના દર્દીઓ આવી ઇમરજન્‍સીમાં ૨૮ ટકા થી ૩૩ ટકા હિસ્‍સો ધરાવે છે.

マદયરોગથી બચવા આટલું કરો

તંદુરસ્‍ત આહાર લો નિયમિત વ્‍યાયામ કરો ધૂમ્રપાન અને દારૂ ટાળો તણાવ ન લો અને પૂરતી ઉંઘ લો તથા  નિયમિત હેલ્‍થ ચેક અપ કરાવો.

(2:20 PM IST)