<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

હીરામણિ સાંધ્‍યજીવન કુટિરમાં નિરમાના છાત્રો દ્વારા આરોગ્‍ય સેવા

 

રાજકોટઃ અમદાવાદના સરખેજ -ગાંધીનગર હાઇવે પરના હીરામણિ સાંધ્‍યજીવન કુટિરમાં (વળદ્ધાશ્રમ)માં રહેતાં વડીલોના નિરમા ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સુગર અને બી.પી. ચેક કરી ઢળતી ઉંમરે પોતાના સ્‍વાસ્‍થ્‍યની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે વિસ્‍તળત રીતે પ્રેક્‍ટિકલ સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આરોગ્‍યલક્ષી સંભાળને સમજવા વળદ્ધાશ્રમમાં રહેતાં ૧૦૭ વડીલોએ હાજરી આપી હતી, તેમ સી.આઇ.ઓ. અમીન જણાવે છે.

(2:26 PM IST)