News of Monday, 29th September 2025
દેશદ્રોહી પ્રવળતિઓ પર રાજ્યભરમાં બ્રેકઃ સુરતમાં ક્રિપ્ટો કરન્સી ઈન્વેસ્ટિગેશન સેલનો ગુજરાતમાં સહુ પ્રથમ દશેરાએ શુભારંભ
મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ સુરત પોલીસ કમિશનરની મહત્વની પ્રપોઝલથી પ્રભાવિત તાકીદે લીલીઝંડી..હર્ષભાઈ સંઘવી જાતે રસ દાખવી સર્વોતમ તાલીમ અપાવી ૨૦૦ કરોડના વર્ચ્યુઅલ વિદેશી ચલણ..અપહરણ...પૂર્વ ધારાસભ્ય, એક IPS, એક પીઆઇ સહિત ૧૪ને આજીવન કેદમાં સુરત કનેકશન ખૂલતા ચોંકી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોતે રાજ્ય લેવલે એક મોટો નિર્ણય લેવડાવવામાં નિમિત બન્યા

રાજકોટ, તા.,૨૯ : એક પૂર્વ ધારાસભ્ય, એક IPS અને એક પોલીસ ઇન્ડોરેક્ટરને સહિત ૧૪ને આજીવન કેદની સજામાં પ્રતિબંધિત વિદેશી ચલણ ક્રિપ્ટો કરન્સી પડાવી લેવાના આરોપસર આજીવન કેદની સજાના મામલામાં સુરતના બિલ્ડરનુ અપહરણ, સુરતના એક જાણકાર દ્વારા માહિતી પહોંચાડવી વિગેરે સ્ટોરી બહાર આવ્યા પછી ક્રિપ્ટો કરન્સી કે જે પ્રતિબંધિત વિદેશી ચલણ છે, અને તેની વર્ચ્યુઅલ ઉપયોગ ખૂબ ઝડપથી થાય છે તે બાબત અને ખાસ કરી સુરત કનેકશન ખૂલતા સુરતના જાગળત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ચોંકી ઉઠ્યા હતા, પોતાના ib કાર્યકાળને કારણે કેન્દ્રીય એજન્સીઓ સાથે આ બાબતે ચર્ચા કરી અને તેમને જયારે એવી માહિતી મળી કે આ કરન્સી દેશ વિરોધી પ્રવળતિઓમાં પણ વાપરતી હોવાની સંભાવના છે. , આ મૂળને ધ્યાને રાખી સુરતમાં ક્રિપ્ટો કરન્સી મામલે સર્વાંગી તપાસ કરી શકાય તે માટે સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામીત સહિત ૬ પીઆઇને વિશેષ તાલીમ આપવામાં આવી. આ ટીમનો ગુજરાત લેવલે ઉપયોગ થાય તે માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સૂચનથી પોલીસ કમિશનર દ્વારા બેઝિક તાલીમથી સંતોષ માનવાને બદલે વિશેષ તાલીમ માટે પ્રબંધ કર્યો, મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ પોલીસ કમિશ્રર અનુપસિંહ ગેહલોતની આવી દૂરંદેશીથી પ્રભાવિત બન્યા અને તાલીમ માટેની પ્રપોઝલને મંજૂરીની મોહર લાગી.
રાજ્ય લેવલના આ ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટિગેશન સેલનો દશેરાના શુભ દિવસે રાજ્ય કક્ષાના ગળહમંત્રી દ્વારા પ્રારંભ કરાવવા તડામાર તૈયારીઓ પોલીસ કમિશનર અને ટીમ દ્વારા ચાલી રહ્યો છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
