તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 29th September 2025
દિવાળી પહેલાંજ ટ્રેનોમા હાઉસફુલનાં પાટિયા
લાંબું વેઇટિંગ લિસ્ટ, તત્કાલ ટિકિટ પણ મિનિટોમાં ફુલ, મુસાફરોમાં મૂંઝવણ : અમદાવાદથી દિલ્હી, જયપુર, વારાણસી, ગોરખપુર જતી વિવિધ ટ્રેનોમાં નો-રૂમની સ્થિતિ વધતી માંગને ધ્યાને લઇને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવી રહયા છે

અમદાવાદ, તા.૨૯: આગામી દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદથી સ્ટેશનોની ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં હાઉસફુલના પાટિયા વાગ્યા છે, નવેમ્બર સુધી કેટલીક ટ્રેનોમાં રિગ્રેટની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સામાન્ય મુસાફરો માટે દિવાળી પર વતનમાં જવું મુશ્કેલ બની રહેશે. દિવાળી નજીક આવે તે પહેલા અનેક લોકપ્રિય રૂટસ પર ચાલતી ટ્રેનોમાં રિઝર્વેશન પુરેપુરુ ભરાઇ ગયું છે. અમદાવાદથી દિલ્હી, મુંબઇ, કોલકાતા, જયપુર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.
ટિકિટ ન મળતા લોકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ઓનલાઇન બુકિંગ પોર્ટલ્સ પર સતત નોટ અવેલેબલ બતાવાય છે. ઘણા લોકો તત્કાલ સ્કીમ પર આધાર રાખી રહ્યા છે. પણ તેમાં પણ મિનિટોમાં ટિકિટ ફલ થઈ જાય છે. પશ્ચિમ રેલવે અને અન્ય ઝોનલોમાં તહેવારોની સિઝનમાં ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરાઈ છે. વધતી માંગને ધ્યાને લઇને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા મુસાફરો બસ અથવા ફલાઇટ તરફ વળી રહ્યા છે. ફ્લાઇટ ટિકિટના ભાડા પણ વધી ગયા છે. પરંતુ જરૂરિયાતે લોકો તેને પણ પસંદ કરી રહ્યા છે. દિવાળી પહેલા જ વિવિધ ટ્રેનોમાં હાઉસફૂલની સ્થિતિ સર્જાવી તે મુસાફરો માટે ચિંતાનો વિષય છે.(૨૩.૧૭)
(નોંધ : સ્લીપર કલાસમાં અત્યારથી જ વિવિધ ટ્રેનોમાં હાઉસફુલના પાટિયા લાગ્યા)

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
