News of Monday, 29th September 2025
ભાજપ- કોંગ્રેસ સહિત ૨૫ હજાર આગેવાનો ‘આપ'માં જોડાયાઃ ઇસુદાન ગઢવી
આગામી ચૂંટણીમાં ૧૨ હજાર ઉમેદવારો આમ આદમી પાર્ટી ઉભા રાખશે : ૧ હજાર સભાઓ પુર્ણ

રાજકોટ, તા.૨૯: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત જોડો જનસભાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૦૦ સભાઓ કરવાનો અમારો ટાર્ગેટ છે, જેમાંથી છેલ્લા બે મહિનાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ૧૦૦૦ સભાઓ કરવામાં આવી છે . જેમાં અમારા ૧૦૦ જેટલા લીડરોએ વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની સાથે સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડમાં સભા કરી છે. આ સભામાં મોટી સંખ્યામાં ગુજરાતની જનતા ઉમટી રહી છે. આ સભામાં ૨૫,૦૦૦થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમાં સામાજિક આગેવાનો, ભાજપ અને કોંગ્રેસના જિલ્લા-તાલુકા વોર્ડના હોદ્દેદારો જોડાયા છે અને આગામી દશેરા પછી ફરીથી બીજી હજાર સભાઓ કરવાનું અમે આયોજન કર્યું છે. અત્યારે જિલ્લા લેવલે અમારું આ કેમ્પેઇન ચાલુ હતું. હવે ત્રણ તારીખથી તાલુકા લેવલે અમે અમારું કેમ્પેઇન શરૂ કરવાના છીએ.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આઠ લાખ ઘરો સુધી અમારી ટીમ ડોર ટુ ડોર મેમ્બરશીપ માટે ગઈ છે. જેમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવી છે એટલે કે ઘર ઘર સુધી પહોંચવાથી ૫૦% લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે તેથી આ અભિયાન શરૂ કર્યું છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નિમિત બનવાની છે જે લોકો સારું કામ કરવા માંગે છે, જે લોકો ભાજપથી ત્રસ્ત છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતે ચૂંટણીઓ લડે અને નેતળત્વ કરે અને એમના સમાજ, જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે. આગામી ચૂંટણીમાં અમે ૧૨૦૦૦ લોકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉભા રાખવાના છીએ.આગામી સમયમાં ૫૦ લાખ એક્ટિવ મેમ્બર જોડવાનો અમારો ટાર્ગેટ છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
