<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તુ કપાયું

ભાજપે હરિભાઈ ચૌધરી સિવાય બાકી રહેલ 6 બેઠકો માટે છ ઉમેદવારોને મેન્ડેટ ફાળવી દીધા

બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તુ કપાયું છે. ભાજપે બાકી રહેલ 6 બેઠકો માટે છ ઉમેદવારોને મેન્ડેટ ફાળવી દીધા છે. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીનો સમાવેશ થતો નથી. ભાજપે જે છ બેઠક માટે મેન્ડેટ ફાળવ્યા છે તેમાં પાલનપુર-  ભરત પટેલ,  કાંકરેજ-બાબુ ચૌધરી,  દાંતીવાડા-પરથીભાઇ ચૌધરી, ધાનેરા- જે કે પટેલ, વડગામ-ફલજીભાઈ પટેલ અને દાંતા બેઠક પરથી અમરતજી ઠાકોરને પાર્ટીએ  મેન્ડેટ આપ્યા છે. આમ બનાસડેરીના 16 સભ્યોના નિયામક મંડળની ચૂંટણી માટે અગાઉ 10 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. ત્યારે બાકીના આજે 6 ડિરેકટરો માટેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જતા, એમ કહી શકાય કે, બનાસડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ શકે છે

 

(6:11 PM IST)