<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 દિવસ ભારે વરસાદની સંભાવના : હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય

રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું: આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ અનેક જિલ્લામાં છુટાછવાયા વરસાદ વરસી રહયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે સાત દિવસ વરસાદની શકયતા છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.

(6:17 PM IST)