<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

વડોદરામાં વરસાદની આગાહીને પગલે યુનાઇટેડ વેના ગરબા સતત બીજા દિવસે પણ રહેશે બંધ

ગ્રાઉન્ડની સ્થિતિ ગરબા યોગ્ય ના હોવાથી ગરબા બંધ રાખવાની ફરજ પડી હોવાનો મેસેજ ખેલૈયાઓને મોકલાવ્યો

વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે, પ્રતિષ્ઠિત યુનાઇટેડ વેના ગરબા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. યુનાઈટેડ વેના આયોજકોએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ગરબા બંધ રાખવમાં આવ્યા હતા. ગ્રાઉન્ડની સ્થિતિ ગરબા યોગ્ય ના હોવાથી ગરબા બંધ રાખવાની ફરજ પડી હોવાનો મેસેજ ખેલૈયાઓને મોકલાવ્યો છે.

 

(7:03 PM IST)