તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
મેં મારા શિક્ષકો અને શાળાનું ઋણ ચૂકવ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે : ધારાસભ્ય હાર્દિક પટેલ
ભારત સરકારના પાવરગ્રીડ વિભાગના સીએસઆરમાંથી વિરમગામની શ્રી કે.બી.શાહ અને શ્રી શેઠ એમ.જે હાઈસ્કૂલના પુનઃ નિર્માણ માટે રૂપિયા ૪.૫૦ કરોડના કામનું હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં MoU કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રયાસોથી ભારત સરકારના પાવરગ્રીડ વિભાગના સીએસઆરમાંથી વિરમગામ શહેરની સૌથી જૂની શાળા શ્રી કે.બી.શાહ અને શ્રી શેઠ એમ.જે હાઈસ્કૂલના પુનઃ નિર્માણ માટે રૂપિયા ૪.૫૦ કરોડના કામનું સોમવારે ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી બંને શાળાના પુનઃનિર્માણ માટેના પ્રયાસો કરતો હતો જેનું આજે સુખદ નિરાકરણ આવ્યું છે, શ્રી કે.બી શાહ શાળાના નવનિર્માણ માટે ૨.૫૦ કરોડ અને શ્રી શેઠ એમ.જે હાઈસ્કૂલના નવનિર્માણ માટે ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, વિરમગામ વિધાનસભામાં ઘણા કામ કર્યા પણ આજના કામનો મને વિશેષ આનંદ છે.
વિરમગામ ડિવિઝનના પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ધારાસભ્ય હાર્દિક પટેલના સતત માર્ગદર્શનમાં આ કામ આજે MoU સુધી પહોંચ્યું છે અને વિરમગામના પ્રબુદ્ધ નાગરિક પ્રફુલભાઈ રાવલ જણાવ્યું કે હાર્દિક પટેલના આ કામથી વિરમગામ તેમને કાયમ યાદ રાખશે તેમજ શિક્ષણવિદ અલ્કેશ દવેએ જણાવ્યું કે હાર્દિક પટેલે ખરેખર ગામનો છોકરો, કામનો છોકરો સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે. આ MoU પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ, વિરમગામ ડિવિઝનના પ્રાંત અધિકારી, પાવરગ્રીડ વિભાગના અધિકારીઓ, બંને શાળાના આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
