તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
અમદાવાદના ખોખરાની વિવાદિત સેવન્થ ડે સ્કુલમાં 3 ઓક્ટોબરથી 10-12ના વર્ગો ઓફલાઈન શરુ થશે
સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની મુલાકાત લેશે,. અન્ય ધોરણના વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા નિર્ણય લેવાશે

અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યાનો મામલા બાદ, ઓનલાઈન શિક્ષણ થઈ રહ્યું હતું. જો કે, આગામી 3 ઓક્ટોબરથી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10 અને 12 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે. 3 ઓક્ટોબરથી ધો.10 અને 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે, સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રિમાઇસીસની મુલાકાત લેશે,. અન્ય ધોરણના વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા નિર્ણય લેવાશે. સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને સમિતિએ કેટલાક સૂચનો આપ્યા છે. શાળાએ હજી પણ કેટલાક સલામતીના ધોરણો નથી સાચવ્યા. તપાસ કમિટીને સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપી નથી રહી જેથી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન વિગત આપવામાં આવી હતી
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
