News of Monday, 29th September 2025
નવસારીમાં વાવાઝોડામાં 114 હાઈ ટેન્શન પોલ, 130 LT પોલ તથા 9 ટ્રાન્સફોર્મરને નુકશાન: 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત થયા
જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાથી નવસારીમાં વીજ પુરવઠાને મોટી અસર : DGVCL દ્વારા યુધ્ધના ધોરણે નવી વીજ લાઇન નાંખવાની કામગીરી

નવસારી જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાથી નવસારીમાં વીજ પુરવઠાને મોટી અસર થવા પામી છે. વાવાઝોડામાં 114 હાઈ ટેન્શન પોલ, 130 LT પોલ તથા 9 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ. વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરને થયેલા નુકશાનને કારણે DGVCL ના 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત થવા પામ્યા હતા. વીજ પુરવઠાને અસર થતા DGVCL દ્વારા યુધ્ધના ધોરણે નવી વીજ લાઇન નાંખવાની કામગીરી થઈ રહી છે. જોકે હજી પણ કેટલાક ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરતા સમય લાગશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
