<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ધારાસભ્ય હાર્દિક પટેલને હાઇકોર્ટની મોટી રાહત : ધરપકડ વોરંટ રદ કર્યું

પરવાનગી વિના ધરણાં પર બેસતા હાર્દીક પટેલ સામે ફરિયાદ થઇ હતી અને હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ કાઢ્યું હતું.

ધારાસભ્ય હાર્દિક પટેલને હાઇકોર્ટની રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ રદ કર્યું છે. 

ધારાસભ્ય હાર્દીક પટેલ સામે 2018માં પાટીદાર અનામત આંદોલન સમયની ફરિયાદ હતી. અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઇ હતી.

પરવાનગી વિના ધરણાં પર બેસતા હાર્દીક પટેલ સામે ફરિયાદ થઇ હતી અને હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ કાઢ્યું હતું.

જો કે હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિતિ રહેવાની ખાતરી આપી હતી જેથી હાર્દિક પટેલની બાંહેધરી બાદ હાઇકોર્ટે વોરંટ રદ કર્યું હતું

 


 

(10:39 PM IST)