News of Monday, 29th September 2025
સુરતના કડોદરા નજીક તાતીથૈયા ગામે દોઢ વર્ષના બાળકનું અપહરણ કરી જનાર દંપતી ઝડપાયું
કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને સહીસલામત શોધી પરિવારને સોંપ્યું:દંપતીને સંતાન ના હોવાથી બાળક નું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ

સુરતના કડોદરા નજીક તાતીથૈયા ગામે દોઢ વર્ષ ના બાળક ની અપહરણ ની ઘટના બની હતી. માતા પિતા ની ફરિયાદ આધારે કડોદરા જી આઈ ડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળક ને સહીસલામત શોધી પરિવારને સોંપ્યું હતું. અપહરણ કરનાર દંપતીને સંતાન ના હોવાથી આ બાળક નું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતીય વિસ્તાર ગણાતા કડોદરા પંથક માં એવી ઘટના બની કે સંતાન સુખ માટે દંપતી એ કાયદો હાથ માં લીધો. ઘટના એ બની હતી કે બે દિવસ અગાઉ કડોદરા નજીક આવેલ તાતીથૈયા ગામે પારેખ એસ્ટેટ માં આવેલ એક બિલ્ડીંગ માં લાલબચન પાસવાન નામનો એક કામદાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. જ્યાં તેના ચાર સંતાનો પેકી એક દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ કડોદરા જીઆઇડીસી પોલીસ માં કરાઈ હતી.
અપહરણ એ રીતે કરાયું કે લાલબચન પાસવાન ના ચાર સંતાન પેકી એક આઠ વર્ષની પુત્રી પોતાના દોઢ વર્ષ ના નાના ભાઈ ને બિલ્ડીંગ નીચે રમવા લઈ ગઈ હતી. જ્યાં એક દંપતી આવ્યું. પુત્રી રીમાને પૂછ્યું કે તેઓ કેટલા ભાઈ બહેન છે. આરોપી દંપતીને કોઇ સંતાન ન હતું. અને સંતાન સુખ મેળવવા તેઓ ભાન ભૂલ્યા. તેમણે આ દોઢ વર્ષ ના માસુમ બાળકને રીમા પાસે રમાડવાનું જણાવી લઈ ને ફરાર થઇ ગયા હતા
પુત્રી રીમાં એ ઘરે જઈ વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ હતી. બારડોલી રેલવે સ્ટેશન ના નંદુરબાર પ્લેટફોર્મ પરથી અપહરણ કરનાર દંપતી ને ઝડપી લીધા હતાં.અને તેમની પાસેથી બાળક ને સહીસલામત માતા પિતાને સુપ્રત કરાયો હતો અને પોલીસ ગણતરી ના કલાકો માં અપહરણ કરનાર દંપતી સુધી પહોંચી ગઈ હતી
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
