News of Tuesday, 30th September 2025
ઓલપાડના અંભેટા ગામ પાસે ગમખ્વાર અકસ્માત: કાર પાણી ભરેલા કાસમાં ખાબકી :બે યુવકોના મોત
બે યુવકો મૂળ અમરેલીના લાઠી તાલુકાના વતની: ફાયર વિભાગે કારમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા

સુરતઃ ઓલપાડના અંભેટા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાસમાં ખાબકી હતી આ ગમખ્વાર અકસ્માતમાં કાર સવાર બંને યુવકોના ડૂબી જવાના કારણે મોત થયા હતા . બે યુવકો મૂળ અમરેલીના લાઠી તાલુકાના વતની હતા. ફાયર વિભાગે કારમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા . ઓલપાડ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે .
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
