News of Tuesday, 30th September 2025
અમદાવાદમાં ગરબા આયોજકો પર GSTના દરોડા
આદિત્ય ગઢવી,જીગરદાન ગઢવી અને એક પૂર્વ મંત્રીના ગરબામાં GST દ્વારા કાર્યવાહી.ઉંચી કિંમતે વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં :રંગ મોરલા,સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં દરોડા.અમદાવાદમાં 8 થી વધુ જગ્યાએ GST એ રેડ પાડી

(વિજય વસાણી દ્વારા ) ગાંધીનગર : અમદાવાદમાં ગરબા આયોજકો પર GST ના દરોડા પડ્યા છે આદિત્ય ગઢવી,જીગરદાન ગઢવી અને એક પૂર્વ મંત્રીના ગરબામાં GST દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, .ઉંચી કિંમતે વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં આવ્યું છે
રંગ મોરલા,સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં દરોડા પડ્યા છે અમદાવાદમાં 8 થી વધુ જગ્યાએ GST એ રેડ પાડી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે .
અમદાવાદમાં ગરબા આયોજકો ઉપર GST વિભાગે દરોડા પાડ્યા છે. ગરબા આયોજકો પર GST ની મોટી કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આોજકો ઉપર GST વિભાગ ત્રાટક્યું છે. જીએસટી ભરવાપાત્ર કિંમતે પાસ વેચતા હોવા છતા જીએસટી ભરવામાં આવતો નહતો. બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં આવ્યું છે. રંગ મોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી ગરબા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
