News of Tuesday, 30th September 2025
રાજ્ય સરકાર હવે ખાનગી ટ્યુશન સંચાલકો માટે નિયમન કાયદો લાવશે : 8 જેટલા સભ્યોની ખાસ કમિટી બનાવાઈ
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત હતી અને તે દિશામાં હવે રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે.

ગાંધીનગર :રાજ્ય સરકાર હવે ખાનગી ટ્યુશન સંચાલકો માટે નિયમન કાયદો લાવવા જઈ રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી છે કે આ મુદ્દે કાયદાની રચના માટે 8 સભ્યોની ખાસ કમિટી બનાવવામાં આવી છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત હતી અને તે દિશામાં હવે રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કમિટીમાં નિષ્ણાંત વ્યક્તિઓને પણ સામેલ કરવામાં આવશે. જેથી કાયદો વ્યવહારિક અને યોગ્ય બને. કમિટી ટ્યુશન વ્યવસ્થાના તમામ પાસાંઓનો અભ્યાસ કરીને કાયદાના મુખ્ય મુદ્દાઓ તૈયાર કરશે અને રાજ્ય સરકારને અહેવાલ રૂપે રજૂ કરશે
આ નિર્ણય અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા અધિકૃત નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કમિટી કાર્ય શરૂ કરશે અને ટૂંક સમયમાં સરકારને તેનો અહેવાલ સોંપશે.
રાજ્યના વિદ્યાર્થીઓ અને તેમની વાલીઓ માટે આ નિર્ણય મહત્વનો બની શકે છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખાનગી ટ્યુશન સંચાલકો અંગે અનેક ફરિયાદો સરકારને મળી રહી હતી
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
