<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

અમદાવાદ મા ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં મૃતદેહ મળ્યો

નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હોય અને શરીર ઉપર ઈજાના નિશાન હોય પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા. 30 અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં મૃત્યદેહ મળી આવતા હત્યાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રીંકલબેન વણઝારા ઉંમર વર્ષ 25 નો આજે ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ રીંકલબેનના શરીર ઉપર ઈજાના નિશાન હોવાથી રીંકલબેનની હત્યાની આશંંઆ હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:37 PM IST)