News of Tuesday, 30th September 2025
વિજાપુર એપીએમસીના ચેરમેનપદે રાજુભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદે બચુભાઈ પટેલની વરણી
મહેસાણા જિલ્લા ભાજપे વિજાપુર એપીએમસીના ચેરમેન માટે રાજુ પટેલનો મેન્ડેડ આપ્યો હતો અને વાઇસ ચેરમેન માટે બચુ પટેલનો મેન્ડેડ આપ્યો હતો.

મહેસાણાના વિજાપુર એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે મેન્ડેટ ફાળવ્યા હતા. આજે યોજાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદે રાજુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન પદે બચુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા ભાજપे વિજાપુર એપીએમસીના ચેરમેન માટે રાજુ પટેલનો મેન્ડેડ આપ્યો હતો અને વાઇસ ચેરમેન માટે બચુ પટેલનો મેન્ડેડ આપ્યો હતો.આથી આજે વિજાપુર એપીએમસી ના ચેરમેન પદ ઉપર રાજુ પટેલ અને વાઇસ ચેરમેન પદ ઉપર બચુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
રાજુભાઇ પટેલ ચેરમેન જણાવ્યું કે આજે વિજાપુર APMCની ચેયરમેન અને વાઈસ ચેયરમેનની ચૂંટણી યોજાઈ. એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને મને મને ટેકો આપ્યો છે. જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું. સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું. અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના આ પ્રસંગે હું આભાર માનું છું.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
