<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

બોટાદના એસપી તરીકે ધર્મેન્દ્ર શર્માની નિમણૂક: ચિંતન તેરૈયાની વાવ-થરાદ બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશો જારી

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. 
મંગળવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, બોટાદ જિલ્લાને નવા પોલીસ અધિક્ષક (એસપી) મળ્યા છે.
પોસ્ટિંગની પ્રતિક્ષામાં રહેલા ૨૦૧૪ બેચના આઇપીએસ અધિકારી શ્રી ધર્મેન્દ્ર શર્માને બોટાદના નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના એસપી શ્રી ચિંતન જે. તેરૈયાનું સ્થાન લેશે.
બોટાદના વર્તમાન એસપી, ૨૦૧૭ બેચના આઇપીએસ અધિકારી શ્રી ચિંતન જે. તેરૈયાની બદલી કરીને વાવ-થરાદના પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બંને અધિકારીઓને આગામી તા. ૨/૧૦/૨૦૨૫ થી તેમના નવા પદનો ચાર્જ સંભાળી લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ દ્વારા જારી કરવામાં આવ્યો છે

(10:31 PM IST)