<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

વલસાડ શહેરમાં મુખ્ય માર્ગ પર દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રવેશબંધી: જાહેરનામું બહાર પાડ્યું

રેલવે ઓવરબ્રિજ RPF ગ્રાઉન્ડથી કલ્યાણબાગ સુધીના માર્ગ પર ભારે વાહનોના પ્રવેશ પર રોક: એમ્બ્યુલન્સ, એસટી બસ, શૈક્ષણિક સંસ્થાના ભારે વાહનોને અપાઈ મુક્તિ

વલસાડ : વલસાડ શહેરમાં મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવાઈ છે આ અંગેનું જાહેરનામું બહાર પડયું છે , દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રવેશબંધી લાગુ કરાયા બાદ  ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરની હદ સુધી પ્રવેશ માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે ,  એમ્બ્યુલન્સ, એસટી બસ, શૈક્ષણિક સંસ્થાના ભારે વાહનોને મુક્તિ અપાઈ છે આગામી 15મી ડિસેમ્બર સુધી ભારે વાહનોની શહેરમાં પ્રવેશ પર રોક રહેશે અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાએ જાહેરનામું બહાર પાડયું છે 

(10:35 PM IST)