News of Tuesday, 30th September 2025
વડોદરા પાલિકાના કર્મચારીઓના પગાર-પેન્શનના વહેલાં ચૂકવણી કરશે
દિવાળીને અનુલક્ષીને નિર્ણય લેવાયોઃપગાર પત્રકો આઇ.ટી. શાખાએથી તા.૦૮.૧૦.૨૦૨૫ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.૧૦.૧૦.૨૦૨૫ સુધીમાં રજુ કરવાના રહેશ

વડોદરા,તા.૩૦
આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ/પેન્શનરઓને માહે ઓકટોબરનો પગાર તથા પેન્શન વહેલાં ચુકવણી કરવા પાલિકાના તમામ ખાતાએ જરૃરી કાર્યવાહી કરવાની રહેશે. જે અંગે એકાઉન્ટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે, બેન્ક દ્વારા પગાર મેળવતાં તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈ.ટી. શાખામાં ડેટા એન્ટ્રી માટેના પેરોલના ડેટા ફોર્મસ તા.૦૪.૧૦.૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે, પગાર પત્રકો આઇ.ટી. શાખાએથી તા.૦૮.૧૦.૨૦૨૫ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.૧૦.૧૦.૨૦૨૫ સુધીમાં રજુ કરવાના રહેશે. ત્યારબાદ પત્રકો ઓડીટ કરાવી તા.૧૪.૧૦.૨૦૨૫ સુધી હિસાબી શાખાએ ચુકવણા અર્થે મોકલી આપવાના રહેશે.
રોજીંદારી-ખંડ સમયના કર્મચારીઓની અને ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓની તા.૨૧ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબરની હાજરીની માહિતી તા.૯.૧૦.૨૦૨૫ના રોજ બપોર સુધીમાં આઇ.ટી. શાખાને મોકલી આપવાની રહેશે. જેના તૈયાર થયેલા પત્રકો તા.૧૦.૧૦.૨૦૨૫ના રોજ બપોર બાદ મેળવી ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.૧૪.૧૦.૨૦૨૫ સુધી રજુ કરવાના રહેશે.
ખાતા દ્વારા જે કરાર આધારીત કે અન્ય કર્મચારીઓના પગાર મેન્યુઅલી પત્રક (P ફોર્મ) ભરી ચુકવવામાં આવે છે તેવા કર્મચારીઓની તા.૧થી ૧૦ ઓકટોબરની હાજરીની માહિતી મેન્યુઅલી પત્રક બનાવી હિસાબી શાખામાં ૧૧.૧૦.૨૦૨૫ સુધી રજુ કરી ઓડીટ શાખામાં ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.૧૪.૧૦.૨૦૨૫ સુધી રજુ કરવાના રહેશે.
પેન્શનના માહે ઓકટોબર ૨૦૨૫ના પત્રક તા.૦૯.૧૦.૨૦૨૫ના રોજ આઇ.ટી. શાખાએથી મેળવી ઓડીટ કરાવી તા.૧૪.૧૦.૨૦૨૫ સુધી ચુકવણાં અર્થે હિસાબી શાખાએ રજુ કરવાના રહેશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
