<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અમદાવાદમાં ગેલેક્સી ગરબાના આયોજક યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર: સુસાઇડ નોટ પણ મળી

વટવા GIDC પાસેના વિસ્તારમાં અંતિમ પગલું ભર્યું: મૃતક મયંક પરમારે આ વર્ષે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું આયોજન કર્યું હતું.

અમદાવાદના ગેલેક્સી ગરબાના આયોજક યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મૃતક યુવક મયંક પરમાર છે, જેણે વટવા GIDC પાસેના વિસ્તારમાં આ પગલું ભર્યું હતું. મયંક પરમારે આ વર્ષે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું આયોજન કર્યું હતું. 

આપઘાતના આ બનાવની જાણ થતાં વટવા GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો મેળવ્યો છે અને મહત્ત્વની બાબત એ છે કે પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે.

 

મયંક પરમારે શા માટે આ પગલું ભર્યું, તેના ચોક્કસ કારણો જાણવા પોલીસે હવે સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ ગરબા આયોજન સંબંધિત કોઈ નાણાકીય લેવડદેવડ, દબાણ કે અન્ય અંગત કારણોની દિશામાં તપાસ ચલાવી રહી છે

(1:16 AM IST)