<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

આગામી ચૂંટણીથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યમાં OBCને ૨૭ ટકા અનામત મળતી થશે

૧૧ જિલ્‍લા પંચાયતો અને તે અંતર્ગતની તા.પંચાયતો માટે જાહેરનામું

અમદાવાદ તા.૧:  રાજ્‍યની તમામ જૂની ૮ મહાનગરપાલિકા અને જિલ્‍લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂરી કરવાની હોવાથી રાજ્‍ય ચૂંટણી પચે તે દિશામાં ઝડપભેર કાર્યવાહી આરંભી દીધી છે. જેમાં મોટી અડચણ તે OBC અનામતની જાહેરાત બાદ તેના અમલ માટેના જાહેરનામાની જાહેરાતની હતી. જેની ઘણાં સમયથી રાહ જોવાતી હતી રાજ્‍ય ચૂંટણી પંચે ૨૯મીના સોમવારે ૧૧ જિલ્‍લા પંચાયતો અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતોમાં ૨૭ ટકા OBC અમલ માટેના જાહેરનામા જાહેર કરી દીધા છે. અગાઉ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઓબીસી માટે ૧૦ ટકા અનામતનો કાયદો હતો જેમાં  હવે, ફેરફાર કરીને હવે તેની સત્તાવાર જાહેરાત કરાતા બ્‍ગ્‍ઘ્‍ને ૨૭ ટકા અનામત મળશે, તે નક્કી થઈ ગયું છે.

રાજ્‍ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ જિલ્‍લા પંચાયતો અને તાલુકા પંચાયતોની બેઠકોની પુનઃરચના કરવામાં આવી છે. તેનાથી અન્‍ય પછાત વર્ગ (OBC) સમુદાયને સ્‍થાનિક રાજકારણમાં યોગ્‍ય પ્રતિનિધિત્‍વ મળી રહેશે. હાલને તબક્કે રાજ્‍યના કુલ ૧૧ જિલ્‍લા પંચાયત અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતોની બેઠકોમાં નોંધપાત્ર ફેરફાર કરાયા છે. આ જિલ્‍લાઓમાં અમરેલી, આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્‍દ્રનગર અને વલસાડનો સમાવેશ કરાયો છે. આ ફેરફારોના કારણે આગામી ચૂંટણીઓમાં આ વિસ્‍તારના રાજકીય સમીકરણો બદલાઈ જશે.

ઝવેરી પંચના અહેવાલ મુજબ અનામતની કામગીરી

છેલ્‍લા ઘણાં લાંબા સમયથી આ અનામતની માંગણી હતી. અંતે કોર્ટના ચુકાદા બાદ ઓબીસીની ૨૭ ટકા અનામત બેઠકો માટેના અભ્‍યાસ અર્થે ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રાજ્‍ય સરકારને સોંપાયા બાદ સરકારે તેનો આભ્‍યાસ કરીને રાજ્‍ય ચૂંટણી પંચને તેની જવાબદારી સોંપી હતી. તે મુજબ ૨૯મીના સોમવારે રાજ્‍ય ચૂંટણી પંચે જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી દીધું છે. આ નિર્ણયને કારણે હવે, આગામી ચૂંટણી માટેની રાજકીય પક્ષોની રણનીતિ અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ બદલવી પડશે.

(10:13 AM IST)