News of Wednesday, 1st October 2025
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનો જન્મદિન

રાજકોટઃ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા મતક્ષેત્રના ભાજપના સભ્ય શ્રી પરસોતમ રૂપાલાનો જન્મ ૧ ઓકટોબર ૧૯૫૪ ના દિવસે થયેલ આજે ૭૨ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના સાંસદ બન્યા બાદ આજે બીજો જન્મદિન આવતા શુભેચ્છકો તેમને શુભેચ્છાથી ભીંજવી રહ્યા છે.
શ્રી પરસોતમ રૂપાલા મુળ અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામના વતની છે. કારકિર્દીના પ્રારંભે માધ્યમિક શાળામાં, આચાર્ય, તેમજ અમરેલી નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે રહી ચૂકયા છે. ભાજપમાં પ્રદેશ પ્રવકતા મહામંત્રી પ્રમુખ વગેરે જવાબદારી તેમણે યશસ્વી રીતે નિભાવી છે. ૩ ર્ટમ રાજયસભાના સભ્ય, ગુજરાતમાં કળષિ, પાણી પુરવઠા વગેરે વિભાગના મંત્રી તથા કેન્દ્રમાં કળષિ, ડેરી ઉધોગ, મત્સ્યોધોગ પશુપાલન વગેરે વિભાગના મંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. પ્રભાવશાળી વકતા તરીકે જાણીતા છે. મો. ૯૮૨૫૩ ૨૬૬૬૦ ગાંધીનગર
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
