તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતે ગરબા કાર્યક્રમ દરમિયાન મારામારી
બે મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સો સામે નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો

વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતે આયોજિત ગરબા કાર્યક્રમ દરમિયાન સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી બાદ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી સુધી પહોંચી હતી, જેમાં બે મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સો સામે નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી આસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે અને કાનૂની પાઠ ભણાવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
