News of Wednesday, 1st October 2025
ગાંધીનગરમાં નિર્વસ્ત્ર અવસ્થામાં મળેલા મહિલા કોન્સ્ટેબલના મૃતદેહનો ભેદ ઉકેલાયો : પ્રેમી મનોજ પારઘી નીકળ્યો હત્યારો
પ્રેમીકાની મોઢુ દબાવી હત્યા કર્યાની કબુલાતઃ પરીણીત પ્રેમી મનોજને લગ્ન કરવા રિંકલ વણઝારા દ્વારા થતું દબાણ હત્યાનું કારણઃ હત્યારો ૪ વર્ષના બાળકનો પિતા!

ગાંધીનગર તા.૧: ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના તેના જ ઘરમાંથી નિર્વષા અવસ્થામાં મળતદેહ મળી આવ્યો હતો. આ મામલે આત્મહત્યા અને હત્યા એમ બંને થિયરી પર તપાસ કરતા ખરેખર તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને હત્યારો પ્રેમી મનોજ પારઘી પોલીસ સંકજામાં આવી ગયો છે, તેણે પોતાની પ્રેમીકાની મોઢુ દબાવીને હત્યા કર્યાનું કબુલ્યુ છે.
૧૫ વર્ષનો સંબંધ, લગ્ન ન કરવા મામલે હત્યા
પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા ૧૫ વર્ષથી અંગત સંબંધો હતા. મોહન પારગી પરિણીત છે અને તેને ૪ વર્ષનું બાળક પણ છે. ૨૦૧૫માં તેના લગ્ન થયા હતા. રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર નહોતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી.
હત્યારો અમરેલીથી ઝડપાયો
હત્યા બાદ મોહન પારગી ગાંધીનગરથી ફરાર થઈને તેના વતન અમરેલી ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ઝડપી પાડ્યો છે. મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ શારિરીક સંબંધ અંગેની માહિતી બહાર આવશે તેમ એસ.પી.એ જણાવ્યું હતું.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર-૨૪ પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટર્સમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ગઈકાલે નિર્વસ્ત્ર અવસ્થામાં મળતદેહ મળી આવ્યાની ચકચારી ઘટના સામે આવી હતી. જે મામલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે આવ્યા હતા અને તપાસ કરતા હાલ આ મહિલા કોન્સ્ટેબલની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે અને પોલીસે ગણતરીની કલાકોમાં જ એક આરોપીને પકડી પાડી પૂછપરછ શરૂ કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતી ૩૨ વર્ષીય મળતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિંકલબેન હસમુખભાઇ વણઝારા ગાંધીનગરના સેક્ટર-૨૪માં આવેલ પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૭૫૨, મકાન નં.૫માં તેમના ભાઈ-ભાભી સાથે રહેતી હતી. ગઈકાલે સવારે તેના ભાઈ-ભાભીએ તેને ફોન કર્યો હતો, પરંતુ તેણીએ કોલ ઉઠાવ્યો નહીં. જેથી ચિંતા વધતાં ભાઈ-ભાભીએ પડોશીને કોલ કર્યો હતો, જે પછી પાડોશી તેનાં ઘરે પહોંચીને દરવાજો ખોલતા આ મહિલા કોન્સ્ટેબલનો નિર્વષા અવસ્થામાં મળતદેહ મળી આવ્યો હતો.
આ ચકચારી ઘટનાની જાણ થતા LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમો સાથે ગાંધીનગર જિલ્લાના SP સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ એક હત્યાનો કેસ હોવાનું જણાઈ આવ્યું હતું. આ એન્ગલથી વધુ તપાસ કરતા ખરેખર આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિંકલ વણઝારાની હત્યા થઈ હોવાનું પુરવાર થયું છે અને હત્યારો પણ પકડાઈ ગયો છે.
ગાંધીનગર એલ.સી.બીએ આ હત્યાના આરોપીને સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકમાં પકડી પાડ્યો છે. જે મળતકનો કોઈ પરિચિત હોવાનું જ હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેણે મહિલા કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ તેના મળતદેહને આ રીતે નગ્ન અવસ્થામાં કેમ છોડીને જતો રહ્યો? શું મહિલા કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈ પ્રકારની જોર જબરદસ્તી થઈ શકે કે કેમ? તેણે હત્યા કેવી રીતે કરી? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે તેની પૂછપરછ શરૂ કરી છે અને આ બનાવની વધુ તપાસ બાદ તમામ વિગતો ગાંધીનગર પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવશે.(૨.૨૪)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
