<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ભૂપેન્‍દ્રભાઇની હાજરીમાં કીર્તીદાન ગઢવીએ ગાયો ઓપરેશન સિંદૂરનો ગરબો

ગુજરાતમાં સાતમા નોરતે દેશના જવાનોને શૌર્ય ગીતથી બીરદાવાયા

અમદાવાદ તા. ૧: ગુજરાતમાં સાતમા નોરતે ઑપરેશન સિંદૂરનો ગરબો ગાઈને તેમજ એ ગરબે ઘૂમીને ગાયક કલાકારો અને ખેલૈયાઓએ દેશના જવાનોને સલામી આપીને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરી હતી.

ગુજરાતના મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં અમદાવાદમાં સ્‍વર્ણિમ નગરી ખાતે ઑપરેશન સિંદૂર ગરબા પર ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. કીર્તિદાન ગઢવીએ ઑપરેશન સિંદૂર પર ગરબો ગાતાં લોકો ઝૂમી ઊઠ્‍યા હતા. સૈન્‍યના શૌર્ય અને પરાક્રમના સન્‍માનમાં ઑપરેશન સિંદૂરના ગરબાથી જવાનોને સલામી આપી હતી.

આ સમયે સમગ્ર માહોલ દેશભક્‍તિમય બન્‍યો હતો અને ઉપસ્‍થિત સૌ કોઈએ ભારત માતા કી જયના નારા લગાવ્‍યા હતા.

કચ્‍છમાં બૉર્ડર પાસેનું પહેલું ગામ ગણાતા કુરનમાં પણ ગામજનો ઉમંગભેર ઑપરેશન સિંદૂરના ગરબે ઘૂમ્‍યા હતા. ગામના ચોકમાં યોજાયેલા ગરબામાં મહિલાઓ, પુરુષોએ માતાજીના ગરબા ગાવાની સાથે-સાથે ઑપરેશન સિંદૂરના ગરબાને ગાઈને દેશના જવાનોને સલામી આપી હતી અને તેમના શૌર્યને બિરદાવ્‍યું હતું.   

(3:34 PM IST)