<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યા: છરીના ઘાથી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસે નરેશ સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી

અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. લેબર કોલોની ખાતે સુનિલ માલીવાડ નામના યુવકનું છરીના હુમલાથી મોત કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં શખ્સોએ આ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસે નરેશ સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

 

(8:29 PM IST)