News of Wednesday, 1st October 2025
‘ખેલ મહાકુંભ’ તરીકે ઓળખાતો ગુજરાતનો સૌથી મોટો રમતોત્સવ શરૂ : અગાઉના રેકોર્ડ તૂટે તેવી સંભાવના
આ વર્ષે ખેલ મહાકુંભમાં 72 હજાર જેટલા ખિલાડીઓએ નોંધણી કરાવી : ગુજરાતભરના 18 હજાર ગામડાઓમાંથી વિવિધ ખિલાડીઓ જુદી-જુદી રમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે

અમદાવાદ : ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ એટલે કે ‘ખેલ મહાકુંભ’ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં અગાઉના રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે. ગુજરાતભરના 18 હજાર ગામડાઓમાંથી વિવિધ ખિલાડીઓ જુદી-જુદી રમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે. આ વર્ષે ખેલ મહાકુંભમાં 72 હજાર જેટલા ખિલાડીઓએ નોંધણી કરાવી છે.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ખેલ મહાકુંભથી યુવાનો રમત-ગમત તરફ વળ્યા છે. આ સાથે જ તેમણે અપીલ કરી કે, વાલીઓ બાળકોની સ્પર્ધામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધારે અને બાળકોનો રસ રમત-ગમતમાં કેળવાઈ રહે તે માટે પ્રયાસ કરીએ.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
