તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત
દુર્ગંધથી લોકો પરેશાનઃમૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી હતી જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ માછલીઓ ક્યા કારણે મરી છે

સુરત,તા.૧
તાજેતરમાં જ સુરત પાલિકામાં આવેલા સણીયા હેમાદ તળાવમાં સતત બે દિવસ સુધી મરેલી માછલીઓ મળી આવી હતી. તો આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હતા. માછલીઓના મોતના કારણે દુર્ગંધ મારતા સ્થાનિક લોકોએ માછલીઓને યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં અચાનક માછલીઓના મોત થતા તળાવના કિનારે તરતી જોવા મળી હતી. સ્થાનિક લોકોને દુર્ગધ મારતા તપાસ કરી તો તળાવમાં કોઈ કારણે માછલી મરેલી હતી. જેથી આસપાસના લોકોએ આરોગ્ય વિભાગને મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી હતી. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ માછલીઓ ક્યા કારણે મરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ આજે બુધવારે સતત બીજા દિવસે પણ આ તળાવમાંથી મોટા પ્રમાણમાં મરેલી માછલીઓ બહાર આવી હતી જેથી લોકો ભેગા થઈ ગયા હતા. સતત બીજા દિવસે માછલી મરેલી મળી આવતા લોકો પાલિકા અને જીપીસીબીની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે અનેક ફરિયાદ બાદ પણ સણિયા-હેમાદ વિસ્તારમાં ધરાર ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોના કારણે આ ઘટના બની રહી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
