News of Wednesday, 1st October 2025
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચી લેવા કોંગ્રેસની માંગ
લોસ એન્જલસ ખાતે એક જાહેર કાર્યક્રમમાં, સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી

સુરેન્દ્રનગરના વતની અને હાસ્ય કલાકાર તેમજ સમાજ સેવક ડો જગદીશ ત્રિવેદીને અર્પણ કરાયેલ પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચવા કોંગ્રેસે માંગ કરી છે. ડો.જગદીશ ત્રિવેદી દ્વારા લોસ એન્જલસ ખાતે એક જાહેર કાર્યક્રમમાં, સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં શ્રોતાઓને મોબાઈલ બંધ કરવા માટે તમારા મોબાઇલને મનમોહન મોડમાં મૂકો તેવા શબ્દનો ઉચ્ચાર કર્યો હતો.
કોંગ્રેસના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી ડો.જગદીશ ત્રિવેદી વિરુ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં મૂકવામાં આવેલ જગદીશ ત્રિવેદીની પ્રતિમા પણ હટાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
