<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અમદાવાદની CBI કોર્ટે બેંક ફ્રોડ કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની આકરી સજા ફટકારી

33 વર્ષ અગાઉ થયેલી ઠગાઈના કેસમાં CBI કોર્ટે ફટકારી સજા: કોર્ટે તમામ 5 આરોપીઓને અલગ અલગ 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો

અમદાવાદની CBI કોર્ટે બેંક ફ્રોડ કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની આકરી સજા ફટકારી છે. 33 વર્ષ અગાઉ થયેલી ઠગાઈના કેસમાં CBI કોર્ટે ફટકારી સજા. કોર્ટે તમામ 5 આરોપીઓને અલગ અલગ 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. મુંબઈના કલ્યાણ સ્થિત બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી 33 વર્ષ અગાઉ ડીડી બુક મેળવીને છેતરપીંડી આચરવામાં આવી હતી, એક કરોડ 8 લાખ રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરવા અંગે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. સલીમ સલાઉદ્દીન શેખ, કીર્તિકુમાર શાહ, મહેન્દ્ર વખારિયા, કમલેશ રાવ અને ભુપેન્દ્ર વખારિયાને 3 વર્ષની સજા કરાઈ છે.

1992 માં બેંકના પટાવાળાએ ડિમાન્ડ ડ્રાફ્ટ બુક ચોરી જેમાંથી 19 ડીડીમાં 9 લાખની રકમ ભરીને અધિકારીઓની ખોટી સહીઓ કરીને આશ્રમ રોડ શાખામાં બનાવતી ખાતું ખોલીને રૂપિયા ઉપાડીને હોંગકોંગની ત્રણ કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ બાદ CBI ની તપાસમાં 23 સાક્ષીઓ, 99 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા 

 


 

(10:34 PM IST)