<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારના નાગા તલાવડી વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવાયું

નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યામાં કરવામાં આવેલા 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ

ગોધરા :ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર દબાણ. નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યામાં કરવામાં આવેલા 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

ગત માર્ચ માસમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા પણ આજ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે . પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ,પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંયુક્ત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું .

(11:14 AM IST)