News of Thursday, 2nd October 2025
રાષ્ટ્રીય વન્યપ્રાણી સપ્તાહ - ૨૦૨૫ : સ્વચ્છ હવા-પાણી અને પર્યાવરણ સાચવવાની આપણી સામુહિક જવાબદારી સમજો !
પૃથ્વી પર વૃક્ષો-વનસ્પતિઓ, સુક્ષ્મ જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓની ૮૭ લાખ પ્રજાતીઓ હતી : એક અંદાજ પ્રમાણે દરરોજ ૧પ૦ પ્રજાતી હંમેશ માટે લુપ્ત થઇ રહી છે : દર મિનીટે ફુટબોલના ર૭ મેદાન જેટલો વન વિસ્તારનો નાશ થઇ રહયો છે ! પૃથ્વીના ૭ ખંડો ઉપર સેંકડો વર્ષોથી તાપમાન સ્થિર હતું જે વન વિસ્તારોના વિનાશ, વાહનો-ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદુષણો, કેટલીક કૃષિ પધ્ધતીઓથી વાતાવરણમાં કાર્બન અને મીથેન જેવા ગેસીસનું પ્રમાણ વધવા લાગતા વાતાવરણનું સંતુલન બગડી ગયું છે : પરીણામ સ્વરૂપ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હિમસ્ખલન જેવી ઘાતક અસરો દુનિયા અનુભવી રહી છે

કુદરતી વનો, વન્યપ્રાણીઓ અને મનુષ્યો સદીઓથી સહઅસ્તિત્વ ધરાવે છે. ભૂતકાળમાં ગાઢ જંગલોમાં અસંખ્ય વન્યપ્રાણીઓ હતાં. ત્યારે પણ મનુષ્યો જંગલોમાં જ વસતા હતાં. તેઓ કંદમૂળ, ફળો તથાં પશુ-પક્ષીઓને આહારમાં લેતાં હતાં. એમ કહી શકાય કે મનુષ્યનું મુખ્ય કામ પોતાનું અને પોતાનાં પરિવાર માટે વનમાંથી ખોરાક માટે પ્રાણીઓનાં શિકાર કરવાનું હતું. ખોરાક મેળવવો એ તેમની જરૂરિયાત હતી, અને તેઓ માત્ર તેટલાં પ્રમાણમાં જ શિકાર કરતાં હતાં. સમય જતાં ભાલા, તીર-કામઠા અને બંદૂકો જેવાં હથિયારો શોધાવાથી શિકાર કરવાનું સરળ થયું. જરૂરિયાત હવે બહાદુરી દેખાડવાની ગેમ, સ્પોર્ટ કે રમત બનવાં લાગી. સાથોસાથ મનુષ્યની વસ્તી વધવાથી જંગલો આડેધડ કપાવા લાગ્યાં. ખાણ-ખનીજો, ઉદ્યોગો, મકાનો, વિગેરે માટે મોટાં વિસ્તારોમાં અનેક વળક્ષો તથાં ઉપજાવ જમીનનો ભોગ લેવામાં આવ્યો.
એક અંદાજ મુજબ સન ૨૦૧૧ માં પળથ્વી પર વળક્ષો-વનસ્પતિઓ, સૂક્ષ્મ જીવ-જંતુઓ તથાં પશુ-પક્ષીઓની ૮૭ લાખ પ્રજાતિઓ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બ્રાઝિલનાં રિયો ડી જાનેરો માં ૧૩ થી ૨૨ જૂન ૨૦૧૨ દરમિયાન યોજાયેલ અર્થ સમ્મિટમાં જણાવવામાં આવ્યું હતું કે માનવીય પ્રવળત્તિઓને હિસાબે દર કલાકે ઓછામાં ઓછી ત્રણ પ્રજાતિઓ હંમેશ માટે નામશેષ થઈ જાય છે! એક અન્ય માહિતી પ્રમાણે દર રોજ ૧૫૦ પ્રજાતિઓ હંમેશ માટે લુપ્ત થઈ જાય છે!
કેટલાક વર્ષો અગાઉનાં એક અભ્યાસ મુજબ પળથ્વી પર આશરે ૩૧ ટકા, એટલે કે લગભગ ૪ કરોડ વર્ગ કિલોમીટર વન વિસ્તાર છે. તેમાંથી દર એક મિનિટે ફૂટબોલનાં ૨૭ મેદાનો જેટલાં વિસ્તારમાં ડીફોરેસ્ટેશન (વનનો નાશ) થાય છે!
છેલ્લાં દસેક દાયકાઓ દરમિયાન થઈ રહેલાં ઝડપી ડીફોરેસ્ટેશનને લીધે આપણું ઘર એટલે કે પળથ્વી ગ્રહ વિનાશના આરે પહોંચી ગયો છે. કેટલાક વર્ષોથી ગ્લોબલ ર્વોમિંગ, ક્લાયમેટ ચેન્જ, ગ્રીન હાઉસ ગેસીસ, કાર્બન ઉત્સર્જન, ઓઝોન લેયર, વિગેરે શબ્દો અવારનવાર સાંભળવામાં આવે છે. તેમનાં વિશે ટૂંકમાં જાણીએ.
પળથ્વી પર સાત ખંડો છે. સેંકડો વર્ષોથી આ ખંડો પર તાપમાન લગભગ સ્થિર હતું. તેને લીધે દર વર્ષે શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી ઋતુઓ સમય મુજબ જ આવતી. સેંકડો વર્ષોથી ઊંચા પર્વતો પર જામી ગયેલા હીમ શિખરો અવિરત રીતે સૂર્યનાં તાપની સામે હવાનાં તરંગો દ્વારા વાતાવરણને ઠંડું રાખવામાં મદદ કરતાં. વન વિસ્તારોનાં વિનાશ, વાહનો અને ઉદ્યોગો દ્વારા ફેલાતાં પ્રદુષણ તથાં કેટલીક કળષિ પદ્ધતિઓથી વાતાવરણમાં અંગારવાયુ (કાર્બન) ઉત્સર્જન અને મિથેન જેવાં ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ વધવા લાગ્યું. પળથ્વી પર જીવસળષ્ટિ માટે અમુક પ્રમાણ માં ગરમી જરૂરી છે. આ ગ્રીન હાઉસ ગેસીસ, પાણીની વરાળ સાથે મળી, તાપમાન સંતુલિત રાખે છે, પરંતુ હવે તેમનું પ્રમાણ વધી જતાં તેઓ વધુ પડતી ગરમીને સંગ્રહિત કરવા લાગ્યાં છે. સદીઓથી પળથ્વીનાં વાતાવરણનું તાપમાન સંતુલિત હતું, જે આ પરિસ્થિતિ, એટલે કે ગ્લોબલ ર્વોમિંગ અને ક્લાઈમેટ ચેન્જને લઈને વધવા લાગ્યું છે. વાતાવરણનું સંતુલન ઘણું જ નાજુક છે. ઉષ્ણતામાન માત્ર એક કે બે ડિગ્રી સેલ્સિયસ વધવાથી કલ્પના ન કરી શકાય તેટલી વિપરીત અસરો થાય છે. આ જ પરિણામ સ્વરૂપ આપણે અતિવળષ્ટિ, અનાવળષ્ટિ, હિમસ્ખલન, વિગેરે જેવી ઘાતક અસરો અનુભવી રહ્યાં છીએ. દરિયાનાં પાણીની સપાટી એક સરખી રહે છે, પરંતુ સેકડો ટનનાં મહાકાય હિમ શિખરો પીગળીને દરિયામાં પડવાથી દરિયાનાં પાણીની સપાટી વધવા લાગી છે. બર્ફાચ્છાદિત વિસ્તારોમાં પેંગ્વિન, ધ્રુવીય રીંછ, વિગેરે જેવી અત્યંત દુર્લભ જીવસળષ્ટિ વસે છે. જો બરફ જ નહીં રહે, તો આ સમગ્ર જીવસળષ્ટિ આપણી નજર સામે જ નાશ પામશે. વિશ્વમાં અનેક શહેરો દરિયા કિનારે છે. દરિયાની સપાટી સતત વધી રહી હોવાથી તેમનું ભવિષ્ય અસુરક્ષિત બની ગયું છે.
કુદરતી વનો, ખાસ કરીને એમેઝોન જેવાં વર્ષા વનો, દિવસનાં ભાગે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા વાતાવરણમાંથી અંગારવાયુ લઈ પ્રાણવાયુ આપે છે. જમીનથી ખૂબ ઊંચા સ્ટ્રેટોસ્ફેરિક લેયર, તથાં ટોપોસ્ફેરિક લેયર એટલે કે જમીન નજીકનાં સ્તર પરનાં ઓક્સિજન (O2) તથાં નાઈટ્રિક ઓક્સાઈડ (NO)ના અણુઓનું સૂર્યપ્રકાશમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો, વીજળી, વિગેરે દ્વારા વિભાજન થઈ, વિભાજીત પ્રાણવાયુ નાં અણુઓને સંયોજિત થઈ, ઓઝોન વાયુ (O3) બને છે. અવકાશમાં ઓઝોન લેયર જમીનથી ૨૦ થી ૪૦ કિલોમીટર ઉપર હોય છે. તે સાવ પાતળું, સરેરાશ માત્ર ત્રણ મિલીમીટરનું હોય છે, પરંતુ તે સૂર્યપ્રકાશમાંથી નીકળતાં મનુષ્ય તેમજ અન્ય જીવસળષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક એવાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી આપણું રક્ષણ કરે છે. પ્રદૂષણને હિસાબે તેનાં અમુક ભાગોમાં કાણું પડે છે, એટલે કે ઓઝોનની માત્રા ઘણી ઓછી થઈ જાય છે, ત્યારે સૂરજનાં કિરણો જમીન પર પહોંચે અને તાપમાન ઓછું હોય તો પણ આપણી ત્વચાને જાણે ડામ દેતાં હોય તેવો અનુભવ થાય છે.
કુદરતી વનો, વન્યપ્રાણીઓ અને મનુષ્યોનું જીવન એકબીજાં સાથે સંકળાયેલ છે. તેમાં ખલેલ પહોંચાડવાથી સમગ્ર સળષ્ટિ પર વિપરીત અસર થાય છે. વિકાસ જરૂરી છે, પરંતુ વગર વિચાર્યા વિકાસની આંધળી દોડ આત્મઘાતી છે. પર્યાવરણનાં સંતુલન સાથે વિકાસ શકય છે. આપણે જરા ઘરની આજુબાજુમાં આવેલ વળક્ષો નીચે, બગીચામાં, ગામની સીમમાં કે નદી-તળાવના કાંઠે શાંતિથી બેસીએ ત્યારે રંગબેરંગી પતંગિયાઓ, પક્ષીઓનો કલરવ અને ખુશનુમા વાતાવરણની અનુભૂતિ સ્વર્ગીય હોય છે. આવનારી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને પર્યાવરણ સાચવવાની આપણી સામૂહિક જવાબદારી છે.
આ વર્ષે આપણાં દેશનાં વન્યપ્રાણીઓ માટે બે મહત્વનાં અને ગર્વ લેવાં જેવાં પ્રસંગો ગયાં. એક સમયે લુપ્ત થવાનાં આરે પહોંચેલ એશિયાઈ સિંહોની ૧૬ મી ગણતરી ૧૦ થી ૧૩ મે દરમિયાન રાજ્યનાં વન વિભાગ દ્વારા યોજવામાં આવી હતી. તેમાં આશરે ૩,૯૦૦ જેટલાં વન વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ, નિષ્ણાંતો ઉપરાંત બહારનાં ડોક્ટર્સ, વોલેન્ટિયર્સ, સરપંચો તથાં નિરીક્ષકોએ ભાગ લીધેલ. કુલ ૮૯૧ સિંહો ૩૫,૦૦૦ વર્ગ કિલોમીટરનાં વિસ્તારોમાં જોવામાં આવ્યાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યપ્રાણી અભયારણ્ય, પાણીયા વન્યપ્રાણી અભયારણ્ય, મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય, ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય, બરડા વન્યપ્રાણી અભયારણ્ય, આ ૬ આરક્ષિત વિસ્તારો ઉપરાંત, ૧૦ જગ્યાએ સેટેલાઈટ પોપ્યુલેશન એટલે કે જુદાં જુદાં વિસ્તારોમાં વસી ગયેલાં સિંહ પરિવારો જોવામાં આવ્યાં.
૧૯૫૨ માં ભારતમાંથી વિલુપ્ત થઈ ગયેલાં ચિત્તા પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યાને તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ નાં રોજ ત્રણ વર્ષ પૂરાં થયાં. ત્રણ વર્ષ પહેલાં નામિબીયાથી આઠ ચિત્તાને મધ્યપ્રદેશનાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ૨૦૨૩ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તા લાવવામાં આવ્યાં. મોટાં સસ્તન પ્રાણીઓને, ખાસ કરીને શિકારી પ્રાણીઓને બીજાં દેશોમાંથી લાવી પુનઃ પ્રસ્થાપિત કરવાનાં પ્રોજેક્ટ ઘણાં મુશ્કેલ અને જોખમી હોય છે. આ પ્રોજેક્ટ માટે પણ વિદેશનાં તથાં ભારતનાં નિષ્ણાંતો તથાં વૈજ્ઞાનિકો મતભેદો ધરાવતાં હતાં. આશરે ૧૦૦ વર્ષ પહેલાં વિશ્વમાં ૧,૦૦,૦૦૦ ચિત્તા હતાં. મુખ્યત્વે શિકારને હિસાબે હાલ આ સંખ્યા ૮,૦૦૦ થી પણ ઓછી થઈ ગઈ છે, અને હજુ પણ ઘટી રહી છે. એમ કહી શકાય કે આફ્રિકાનાં દેશોમાં તેમનું ભવિષ્ય ધૂંધળું છે. ત્યાં આપણાં દેશમાં પ્રવર્તમાન છે તેવાં વન્યપ્રાણી સંરક્ષણનાં કાયદાઓ નથી. આવી પરિસ્થિતિમાં જોખમી હોવાં છતાં દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ચિત્તાને સફળતા મળશે તો ૧૨૦ કિલોમીટરની ઝડપે દોડી શકતાં ધરતી પરનાં સૌથી ઝડપી અને સુંદર પ્રાણીને એક બીજું સુરક્ષિત ઘર મળશે. કેટલાંક પુખ્ત ચિત્તા અને અહીં જન્મેલાં બચ્ચાં મળત્યુ પામ્યાં, છતાં તેમની વસ્તી ધીમે ધીમે વધી રહી છે. હાલ આપણી પાસે ૨૭ ચિત્તા છે.
ચિત્તો એક સફળ શિકારી પ્રાણી હોવાં છતાં તેની એક ખાસ બાબત એ છે કે તે કયારેય મનુષ્ય પર હુમલો કરતો નથી. આ એક લાંબા ગાળાનો મહત્વનો પ્રોજેક્ટ છે. એવું જાણવાં મળે છે કે આફ્રિકાનાં બીજાં દેશો પણ ભારતને ચિત્તા આપવાં માટે આગળ આવશે. મધ્યપ્રદેશનાં જંગલો ઉપરાંત ગુજરાતનાં (કચ્છનાં) બન્ની વિસ્તારમાં પણ ચિત્તા લાવવાની તૈયારી ચાલે છે.
વિશ્વને અહિંસાનો માર્ગ દેખાડનાર મહાત્મા ગાંધીજીનાં જન્મદિવસ એટલે કે બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. તેઓશ્રીએ એક અગત્યનો સંદેશ આપેલો, જે આજે પણ યાદ રાખવા જેવો છે. તેમણે કહેલું કે દરેક મનુષ્યની જરૂરિયાત (need) સંતોષવા માટે પળથ્વી પર પૂરતાં કુદરતી સંસાધનો છે, પરંતુ લોભ (greed) માટે નથી.
પળથ્વી ગ્રહ પર મનુષ્ય જેટલો જ રહેવાનો અધિકાર બીજાં પશુ-પક્ષીઓને પણ છે. આવો આપણે સૌ સાથે મળીને વન્યપ્રાણીઓનું મહત્વ સમજીએ અને તેમનું સંરક્ષણ કરીએ. અકિલા દૈનિક નાં વન્યપ્રાણી પ્રેમી વાંચકોને ૭૪ માં રાષ્ટ્રીય વન્યપ્રાણી સપ્તાહની શુભેચ્છાઓ.
આલેખન અને તસવીરોઃ
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ,
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર
મોબાઈલ નંબરઃ ૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭, ઈ-મેઇલ : bhushanncl @yahoo.co.in
સંકલન : - જયદેવસિંહ જાડેજા
મોબાઇલ નં. ૯૮રપર ર૮૮૮ર

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
