<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

૪૪ વર્ષ બાદ સહકારી મંડળીઓ માટેની ઓડિટ ફી વધે તો તેમાં કાંઇ ખોટુ નથી

મોંઘવારી-પગાર-બેલેન્‍સ શીટ સ્‍કુલ ફી વગેરે વધ્‍યા તો ઓડિટ ફી કેમ નહિ? : ૪ દાયકા પછી ઓડિટ ફીમાં વધારો કરવો અનિવાર્ય જણાવાય છેઃ એક સ્‍પે. ઓડિટરનું મંતવ્‍ય

રાજકોટ તા.૨: ગુજરાત સહકારી અધિનિયમના નિયમ ૩૮ અનુસાર સહકારી મંડળીઓના સૂચિત ઓડીટ ફી દર મુકરર કરતું જાહેરનામું તારીખ ૪/૯/૨૦૨૫ના રોજના ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને આ ડ્રાફટ બીલ સામેવાઘાઓ અને સૂચનો માંગવામાં આવેલ છે. ઓડીટ ફીના દશે સુધારી આપવાના સરકારશ્રીના આ નિર્ણય સામે કેટલીક મડળીઓએ વિરોધ નોંધાવેલ છે. તો કેટલાક મંડળોએ આવકારેલ પણ છે. આ વિવાદ કે વિરોધાભાસ જોઈએ તો કેટલીક હક્કીતો જાહેરહિતમાં ધ્‍યાને લેવા જેવી છે. તેમ એક સ્‍પે ઓડિટરે પોતાનું મંતવ્‍ય વ્‍યકત કરતાં જણાવ્‍યું છે.

પબ્‍લિક મની જ્‍યાં આવે ત્‍યાં તેની સુરક્ષા કરવાની જવાબદારી સરકાર હસ્‍તક આવતી હોય છે. નાણાની સલામતી માટે કાનૂની નિયંત્રણ લાદવામાં આવેલ છે. ઓડીટેડ હિસાબો જાહેર કરવાનું ફરજીયાત કરવામાં આવ્‍યું છે. કંપનીઓ પેઢીઓ ટ્રસ્‍ટના ઓડીટ પણ ફરજીયાત છે. સહકારી સંસ્‍થાઓ માટે સહકારી ધારાની કલમ ૮૪ થી ઓડીટના પ્રબંધ કરવામાં આવેલ છે. ઓડીટ થાય એટલે ઓડીટ ફી નો પ્રશ્ન આવે તે સ્‍વભાવિક છે. સહકારી પ્રવુંર્તીના ઉદભવકાળમાં ખાનગી ઓડીટરની સેવાઓ ઉપલબ્‍ધ હતી નહિ તેથી સરકારે આ જવાબદારી સ્‍વીકારી અને ઓડીટ માળખાની રચના કરવામાં આવી સરકારે આ જવાબદારી સ્‍વીકારી પરંતુ ફી પણ રાખી છે. સાવ વિનામુલ્‍યે આ જવાબદારી સ્‍વીકારી નહિ કેમકે સરકારી તિજોરી ઉપર ભારે બોજ લાગે તેમ હતો તેથી ભવિષ્‍યમાં આ ફી વધારી જાહેર ખર્ચ ઘટાડી શકાય તેવા હેતુથી મામુલી અથવાતો નહીવત દરે ઓડીટ ફી લેવામાં આવી રહી છે. વર્તમાન ઓડીટ ફ્રી ના દરો ૧૯૮૨થી અમલમાં છે. ચાર દાયકા પછી ઓડીટ ફ્રી સુધારવામાં આવી રહી છે તેથી આ એક સાથેનો વધારો વિરોધનું કારણ બનેલ છે. પગારપંચ પણ દર દસ વર્ષે બદલાય જાય છે. ૪૪ વર્ષતો બહુ વધુ પડતો સમય છે. શરૂઆતના તબક્કામાં દરેક ક્ષેત્રમાં સરકાર સબસીડી આપતી હોય છે. ક્રમશ આ સબસીડી ઘટાડી પગભર થવાનું હોય છે.

 હાલમાં સહકાર વિભાગ મંડળીઓનાએ ઓડીટ માટે ઓડીટ કચેરીઓ નિભાવી રહી છે. સ્‍પે ઓડીટરની કચેરી માટે પાંચનો સ્‍ટાફ મંજુર કરવામાં આવેલ છે. આ કચેરીના નિભાવ માટે સરકારને વાર્ષિક રૂ. ૩૬ લાખ જેટલું બીલ આવે છે આ જાહેર ખર્ચ સામે વાર્ષિક એવરેજ ૩૬ મંડળીઓના ઓડીટ થાય છે. તેથી સરકાર મંડળી દીઠ રૂ. એક લાખ ઓડીટ ફી ખર્ચ ભોગવે છે. જયારે આવી મંડળીઓ પાસેથી સરકાર રૂ. ૧૦૦/- થી લઈને મહતમ રૂ. ૩૦૦૦/- જ વસુલ કરે છે. મોધવારી સામે અવમુલ્‍યન પામેલ આ ફી પણ નિયમિત વસુલ થતી નથી ઓડીટ બાકીનું પત્રક મુદતવીતી થઈ ચુક્‍યું છે. ૪૪ વર્ષ પહેલા નક્કી થયેલા આ દર સામે મંડળીઓના કારોબારમાં અસાધારણ વૃદ્ધિ થયેલ છે. વર્તમાન સમય મોધવારી ધ્‍યાનમાં રાખીએતો છેલ્‍લા ૪૪ વર્ષમાં દરેક પ્રકારની ફી માં વધારો થયેલ છે. વકીલાત ફ્રી સીએ ફ્રી આર્કિટેક ફી સ્‍કુલ ફી સરકારી અર્ધ સરકારી બિન સરકારી નાણા સંસ્‍થાઓના પગારમાં વધારો થયેલ છે. સહકારી કાયદાની કલમ ૮૪ અન્‍વયે કામ કરતા પેનલ ઓડીટરના ફ્રી ના દરો યથાવત રહ્યા છે. આ વધારા સામેનો વિરોધ બિન તાર્કિક જણાતું હોઈ ચાર દાયકા પછી ઓડીટ ફ્રી માં પણ વધારો અનિવાર્ય જણાય છે. ઓડીટ ફી ના વધારાથી પેનલ ઓડીટરને સન્‍માનજનક વળતર મળશે તો તેમનો ઉત્‍સાહ વધે તે સ્‍વભાવિક છે. આગામી દીપાવલીના તહેવારો નિમિતે સરકાર આ જાહેરનામું વહેલાસર આખરી કરી આપશે તેવી અપેક્ષા પેનલ ઓડીટરશ્રી દ્વારા રાખવામાં આવી રહી છે.

 ઓડીટની જવાબદારી પૂર્ણ કરવા માટે સરકારી તિજોરી ઉપર ભારે ખર્ચ લાગી રહ્યો છે. સમય વિતવાની સાથે આ બોજ વધે તેમ છે. આ સંજોગમાં સરકાર ઓડીટના વિકલ્‍પો શોધે તે સ્‍વભાવિક છે. આ ઓડીટ સબસીડી દુર કરવા અથવાતો ખર્ચ ઘટાડવા કે સરભર કરવા માટે સરકાર વિચારણા કરી શકે છે. હવે તો ઓડીટ માટે વ્‍યવસાયિક ઓડીટરની સેવા ઉપલબ્‍ધ છે. તેમની પાસેથી સેવા લેવા માટે તેમને વ્‍યાજબી બજારભાવ અથવાતો તેમને પરવડે તેવા પોષણક્ષમ ભાવ આપવા પડે છે. સરકારી સેવકોને પ્રવાસ ભથ્‍થાનો અલગ ખર્ચ મળતો હોય છે પેનલ ઓડીટરને આવો ખર્ચ પણ લાગતો હોય છે. ઈન્‍કમટેક્ષ આર્કિટેક વકીલ અને ઞ્‍લ્‍વ્‍ સલાહકારને વ્‍યાજબી ફી ચૂકવવી પડે છે અને મંડળીઓ કોઈપણ જાતના અસંતોષ વગર ચુકવે પણ છે. મંડળીઓના બેલેન્‍સશીટના કદ વધીને ૧૦૦ કરોડને પર ચુક્‍યા છે. આવી મંડળીઓ ઓડીટ માટે ફી રૂ. ૩૦૦૦/- નક્કી થયેલ છે. આ ફ્રી માં કોઈ ઓડીટ કરી શકે નહિ અને થાયતો તેની ગુણવતા કેવી હોય તે પ્રશ્ન છે. ઓડીટ કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય તેટલું મહેકમ સરકાર પાસે ઉપલબ્‍ધ નથી સરકારી ખર્ચ હળવો થતો હોય અને આ જવાબદારી સમયસર નિભાવી શકાતી હોયતો ઓડીટ ફી ના દરોમાં સુધારો કરવાની વિચારણા યથા યોગ્‍ય છે. આર્થિક રીતે નબળી મંડળી હોયતો આમેય લઘુતમ દર ફક્‍ત રૂ. ૨૫૦૦ કે રૂ. ૫૦૦/- ઓડીટની જવાબદારી પૂર્ણ કરવા માટે સરકારી તિજોરી ઉપર ભારે ખર્ચ લાગી રહ્યો છે. સમથ વિતવાની સાથે આ બોજ વધે તેમ છે. આ સંજોગમાં સરકાર ઓડીટના વિકલ્‍પો શોધે તે સ્‍વભાવિક છે. આ ઓડીટ સબસીડી દુર કરવા અથવાતો ખર્ચ ઘટાડવા કે સરભર કરવા માટે સરકાર વિચારણા કરી શકે છે. હવે તો ઓડીટ માટે વ્‍યવસાયિક ઓડીટરની સેવા ઉપલબ્‍ધ છે. તેમની પાસેથી સેવા લેવા માટે તેમને વ્‍યાજબી બજારભાવ અથવાતો તેમને પરવડે તેવા પોષણક્ષમ ભાવ આપવા પડે છે. સરકારી સેવકોને પ્રવાસ ભથ્‍થાનો અલગ ખર્ચ મળતો હોય છે પેનલ ઓડીટરને આવો ખર્ચ પણ લાગતો હોય છે. ઈન્‍કમટેક્ષ આર્કિટેક વકીલ અને ઞ્‍લ્‍વ્‍ સલાહકારને વ્‍યાજબી ફી ચૂકવવી પડે છે અને મંડળીઓ કોઈપણ જાતના અસંતોષ વગર ચુકવે પણ છે. મંડળીઓના બેલેન્‍સશીટના કદ વધીને ૧૦૦ કરોડને પર ચુક્‍યા છે. આવી મંડળીઓ ઓડીટ માટે ફી રૂ. ૩૦૦૦/- નક્કી થયેલ છે. આ ફ્રી માં કોઈ ઓડીટ કરી શકે નહિ અને થાયતો તેની ગુણવતા કેવી હોય તે પ્રશ્ન છે. ઓડીટ કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય તેટલું મહેકમ સરકાર પાસે ઉપલબ્‍ધ નથી સરકારી ખર્ચ હળવો થતો હોય અને આ જવાબદારી સમયસર નિભાવી શકાતી હોયતો ઓડીટ ફી ના દસેમાં સુધારો કરવાની વિચારણા યથા યોગ્‍ય છે. આર્થિક રીતે નબળી મંડળી હોયતો આમેય લઘુતમ દર ફક્‍ત રૂ. ૨૫૦૦ કે રૂ. ૫૦૦/- રાખવામાં આવ્‍યા છે. તેથી આ દર સામે થતો વિરોધ વાહિયાત છે. જાહેરહિત નજરસમક્ષ રાખતા ઓડીટ ફી ના દર સુધારાનું તારીખ ૪/૯/૨૦૨૫નું જાહેરનામું એક આવકારદાયક કદમ તેમ અંતમાં જણાવ્‍યું છે.

(2:41 PM IST)