<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મુખ્યમંત્રીની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવા નો અવસર પણ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ તા.૨ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજનમાં જોડાઈને વધુ ઉજાગર કરી હતી. 

તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવા નો અવસર પણ છે.

સુરક્ષા કર્મીઓએ પણ રાષ્ટ્ર-રાજ્ય અને સમાજની રક્ષા-સુરક્ષા માટે સમર્પિત ભાવ સાથે કર્તવ્યરત રહેવાનું છે તેની વિભાવના મુખ્યમંત્રીશ્રીએ કર્મના સિદ્ધાંતોને અનુરૂપ ઉદાહરણોથી સમજાવી હતી. 

મુખ્યમંત્રીશ્રીના સલામતી પોલીસ અધિક્ષક તેજસ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ ઇન્સ્પેકટર્સ તથા પી.એસ.આઇ અને કમાન્ડોઝ આ શસ્ત્ર પૂજામાં સહભાગી થયા હતા

(3:26 PM IST)