<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ગુજરાતમાં અપહરણ કરાયેલાં ૭૩૪ લોકો હજુ પણ લાપતાઃ એક વર્ષમાં ૨૫૧૧ કેસો નોંધાયા

નેશનલ ક્રાઇમ બ્‍યુરોનો રિપોર્ટ

અમદાવાદ તા.રઃ વિકસીત ગુજરાતમાં દીવસેને દિવસે ગુનાખોરી વકરી રહી છે, જેના કારણે હવે બાળકીઓથી માંડીને મહિલાઓ-પુરુષો અસલામતી અનુભવી રહ્યા છે. જાણે સલામતી નામ પુરતી જ રહી ગઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ઼ બ્‍યુરોના અહેવાલમાં ચોંકાવનારી તારણો રજૂ થયાં છે. ગુજરાતમાં પુરુષોની સરખામણીમાં બાળકીઓ અને મહિલાોનું અપહરણ વધુ થઈ રહ્યું છે.

ગુજરાતમાં અપહરણના કિસ્‍સામાં નોંધપાત્ર વધારો થયો છે.  દરમહિને અપહરણના સરેરાશ ૧૪૦ કિસ્‍સાઓ નોંધાઈ રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે રાજ્‍યમાં સૌથી વધુ ૧૨થી ૧૬ વર્ષની વયના બાળકો-બાળકીઓના અપહરણ થયાં છે. વર્ષ ૨૦૨૩માં આ વય ધરાવતાં ૭૭૧ બાળકો-બાળકીઓના અપહરણ પોલીસ ચોપડે નોંધાયા છે. બાળકો કરતાં બાળકીઓનું અપહરણનું પ્રમાણ વધારે છે.

(3:54 PM IST)